રાજકોટમાં લવ જેહાદ: મુસ્લિમ શખ્સના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી મિત્રતા એક ભયાનક વળાંક પર આવીને અટકી છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર થયેલી ઓળખાણ બાદ, અફઝલ નામના શખ્સે પરિણીતાને પોતાની જાળમાં ફસાવી ધર્માંતરણ માટે મજબૂર કરી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, આરોપી તેને ગોંડલ રોડ (Gondal Road) પર આવેલી એક હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારતો હતો અને તેના ખાનગી ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમયથી બ્લેકમેલ કરતો હતો. આરોપી એટલી હદે હાવી થઈ ગયો હતો કે તેણે પરિણીતાને દરગાહમાં લઈ જઈને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન (Religious Conversion) કરવા માટે દબાણ કર્યું હતું. અફઝલ સાથે ભાગી જવા માટે અન્ય એક યુવતી અનિશા પણ પરિણીતા પર સતત દબાણ બનાવી રહી હતી. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ગઈકાલે પરિણીતાએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો છે.ગંભીર બાબત એ છે કે આરોપી અફઝલ વિરુદ્ધ અગાઉ પણ ત્રણ FIR નોંધાયેલી હોવા છતાં, પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પરિણીતાએ આક્ષેપ કર્યો છે. હાલ આ મામલે તપાસ તેજ બની છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં સુરક્ષા અને કાયદા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.