Loading Please Wait !!!
સઈ માંજરેકર હોરર ફિલ્મ ઈકાઈમાં દેખાશે

 

સિટી ન્યૂઝ@મુંબઈ

સઈ માંજરેકર હવે રાઘવ જુયાલ સાથે બિલકુલ નવા જોનરની ફિલ્મમાં અને તીવ્ર લાગણીઓ સાથેની ફિલ્મમાં કામ કરવાની છે. તે મસાલા ફિલ્મોથી લઈને હવે ધીરે ધીરે પર્ફોર્મન્સ ડ્રિવન રોલ તરફ આગળ વધી રહી છે. તેણે કહ્યું કે આ ફિલ્મે તેની પાસેથી ઘણું માગ્યું છે અને તેની ફિલ્મી કેરિયરનો સૌથી મહત્વનો અનુભવ રહ્યો છે. આ ફિલ્મ અંગેના અનુભવ વિશે સઈ કહે છે, 'મેં અત્યાર સુધીમાં કામ કર્યું છે એમાં ઈકાઈ સૌથી વધુ પડકારજનક ફિલ્મ રહી છે. આ ફિલ્મમાં મારે ઈમોશનલી અને સાઈકોલોજિકલી ઘણું આપવું પડ્યું છે. એવા ઘણા સીન હતા, જેમાં પ્રક્રિયા દરમિયાન મારે મારી જાતને ખરેખર મારા કમ્ફર્ટઝોનમાંથી બહાર ધકેલવી પડી હતી કારણ કે ઘણા સીનમાં બહુ જ વાસ્તવિક અને તીવ્ર લાગણીઓ રજૂ કરવાની હતી.' આગળ તેણે કહ્યું, 'એક એક્ટર તરીકે તમે હંમેશા તમારી જાતને વધુ પડકારવા માંગો છો અને તમે પહેલાં ક્યારેય નથી કર્યું એવું કામ કરો અને આ ફિલ્મે મારી પાસે એવું જ કામ લીધું છે.'