Loading Please Wait !!!
સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના આઠ કર્મચારીઓ સન્માનિત

  • ડીઆરએમ ગિરીરાજ કુમાર મીનાના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત; સતર્કતાથી સંભવિત રેલ અકસ્માતો ટળ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ૮ રેલકર્મીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરીરાજ કુમાર મીનાએ ડીઆરએમ કાર્યાલય ખાતે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતા. એપ્રિલ અને મે ૨૦૨૬ દરમિયાન ફરજ દરમિયાન અસાધારણ સતર્કતા દાખવી સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.

સિનિયર ડિવીઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ સન્માનિત કર્મચારીઓમાં હિતેશ ડોડિયા, મનોજ કુમાર બહેરા, આકાશ કુમાર મીના, જિજ્ઞેશ ઠી. દલસાણિયા, રામરતન મીના, જયપ્રકાશ ગિનારે, રાજકુમાર શર્મા અને વસીગ ચલંગાનો સમાવેશ થાય છે.

આ કર્મચારીઓએ ફરજ દરમિયાન ટેન્ક વેગન અને કોચમાં જામીની સમયસર ઓળખ, ટ્રેક નજીક લાગેલી આગને કારણે ટ્રેનને સુરક્ષિત રીતે રોકવી, યાર્ડમાં ક્ષતિગ્રસ્ત ડૉક ગિડવેની જાંચ થતાં ટ્રેન અટકાવવી તેમજ માલગાડીની વેગનમાં તૂટેલી નકલ પિન શોધી તાત્કાલિક સમારકામ કરાવવું જેવી સતર્ક કામગીરી કરીને સંભવિત અકસ્માતો ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રસંગે ડીઆરએમ ગિરીરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સન્માનિત કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા, સતર્કતા અને ઝડપી નિર્ણય ક્ષમતા સમગ્ર ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે અને રેલવે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.

કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ સેફટી ઓfficer રમેશ ચંદ મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેટીંગ મેનેજર સુનીલ કુમાર ગુપ્તા તથા સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા.