Loading Please Wait !!!
ITR ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખો આ મહત્વની બાબતો, નહીં તો આવી શકે છે ટેક્સ વિભાગની નોટિસ!

 

  • આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઈન નજીક આવતા જ કરદાતાઓમાં ઉતાવળ જોવા મળી રહી છે.

  • રિટર્ન ફાઇલ કર્યા બાદ ઈ-વેરિફિકેશન કરવું અનિવાર્ય છે, નહીંતર પ્રક્રિયા અટકી જાય છે.

  • બેંક ખાતાના નંબર અથવા આઈએફએસસી કોડની ભૂલના કારણે રિફંડ જમા થવામાં વિલંબ થાય છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. પગાર અથવા અન્ય માધ્યમોથી કમાણી કરનારા નોન-બિઝનેસ પ્રોફેશનલ્સ પાસે આઈટીઆર ફાઇલ કરવા માટે ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીનો સમય બાકી છે. અવારનવાર ઉતાવળમાં લોકો મોટી બાબતોને નજરઅંદાજ કરી દે છે, જેના પરિણામે તેમણે આવકવેરા વિભાગ તરફથી નોટિસ કે દંડનો સામનો કરવો પડે છે. રિટર્ન ફાઇલ કરતી વખતે થતી સામાન્ય ભૂલો અને તેના કારણે રિફંડ અટકી જવાના મુખ્ય કારણોમાં રિટર્નનું સમયસર પ્રોસેસ ન થવું, આંકડાઓમાં ગડબડ હોવી અને ફોર્મ 26AS કે AIS સાથે માહિતી મેચ ન થવી સામેલ છે.

આ ઉપરાંત, ઘણા કરદાતાઓ રિટર્ન ભર્યા બાદ તેનું ઈ-વેરિફિકેશન કરવાનું ભૂલી જાય છે, જેના કારણે વિભાગ પ્રોસેસિંગ શરૂ કરી શકતો નથી. બેંક ખાતાની ખોટી વિગતો કે આઈએફએસસી (IFSC) કોડની ભૂલના કારણે પણ રિફંડ અટકી જાય છે. જો પાછલા વર્ષોની કોઈ કર દેવાદારી બાકી હોય તો વિભાગ આ વર્ષના રિફંડને તે બાકી રકમ સાથે એડજસ્ટ કરી દે છે. કેટલાક કિસ્સાઓમાં બારીકાઈથી તપાસ માટે રિટર્ન સ્ક્રૂટનીમાં પણ જાય છે, જેથી સાાવચેતીપૂર્વક તમામ વિગતો ચકાસીને ITR ફાઇલ કરવું હિતાવહ છે.

નાણાકીય જાગૃતિ અને કાળજી

સમયસર અને સાચી માહિતી સાથે ITR ફાઇલ કરવાથી બિનજરૂરી દંડ અને કાનૂની મુશ્કેલીઓથી બચી શકાય છે.