Loading Please Wait !!!
‘સરગમ’ નો સૂર વાગશે 5 જૂને પ્રેમ, પીડા, હાસ્ય, લાગણીસભર ફિલ્મ...

» અભિલાષ ઘોડાની પ્રસ્તુતિ ‘સરગમ’ : દિલને સ્પર્શતી સ્ટોરી હવે મોટા પડદે
» ગુજરાતી સિનેમાને એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે
» ફિલ્મોના ગીતોમાં લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી, મયુર, હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી ૫ જૂન ૨૦૨૬ ના રોજ સમગ્ર ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે.

ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડા છેલ્લા ૪૫ વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે ફિલ્મનું નિરીક્ષણ કર્યા બાદ તેની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને સામાજિક થી પ્રભાવિત થઈ આ ફિલ્મ સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય લીધો છે. તેમના આ જોડાણથી ફિલ્મ પ્રત્યેની વિશ્વસનીયતા અને અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.‘સરગમ’ માત્ર એક સામાન્ય પ્રેમકથા નથી, પરંતુ આજના સમાજના એક અત્યંત સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે. સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિષયને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. પ્રેમ, સંબંધો, લાગણીઓ, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓ સ્પર્શતી આ ફિલ્મમાં અઢળક કોમેડી, લાગણીસભર દ્રશ્યો અને હૃદયને સ્પર્શી જાય એવી ક્ષણોનો અનોખો સંગમ જોવા મળશે.

ફિલ્મમાં હર્ષલ માંકડ (હૈયાન), માંડવિયા, દર્શના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોપટિયા (આર્ટ કોર્પોરેશન) છે. જ્યારે ધન્યતા એસોસિએટ્સના સ્વ. સિદ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવિરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુ મોઢવાડિયા એસોસિયેટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે. ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હર્ષલ માંકડ (હૈયાન) ના છે.

સંગીતપ્રેમીઓ માટે પણ આ ફિલ્મ વિશેષ આકર્ષણ ધરાવે છે. ફિલ્મના ગીતોને ભારતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે, જે ફિલ્મની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે. ફિલ્મના શુભેચ્છક તથા સરગમ ટીમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ફિલ્મનું બુકિંગ બુક માય શો (BookMyShow) તેમજ નજીકના સિનેમાઘરોમાં શરૂ થશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 7848 21044 અથવા 87808 68782 પર સંપર્ક કરી શકાશે.