Loading Please Wait !!!
વિશ્વના નેતાઓની ઓફ-ધ-રેકોર્ડ મજા ઓન રેકોર્ડ

  • G-7માં મસ્તીભર્યા પળો વાયરલ
  • મેલોનીએ સિગારેટ છોડી કહ્યું મહિનાથી નથી પીધી
  • મેકોન ઘડિયાળ લઈ જવાનું ભૂલ્યા તો ટ્રમ્પે કહ્યું આ મને આપી દો
  • મોદીને મેલોનીએ કહ્યું આપે ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ

 

  • સિટી ન્યૂઝ@પેરિસ

ફ્રાન્સમાં ચાલી રહેલા G7 શિખર સંમેલન દરમિયાન નેતાઓની અનૌપચારિક વાતચીત માઈક્રોફોનમાં રેકોર્ડ થઈ ગઈ. આ નેતાઓને સિગારેટ, ફૂટબોલ, ભેટ જેવી બાબતો પર હળવાશથી મજાક કરતા સાંભળવામાં આવ્યા. આ બધામાંથી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સિગારેટ છોડી દેવાની વાતચીતની ખૂબ ચર્ચા થઈ રહી છે. બેઠક શરૂ થતા પહેલા મેલોનીએ નેતાઓ સાથેની વાતચીતમાં કહ્યું કે આજે તેમણે ૩ કપ કોફી પીધી છે. આ સાંભળીને યુરોપિયન યુનિયનના ચીફ ઉર્સુલા વોન ડેર લેયેને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું- શું આજે સવારે, ઉઠવા માટે? આના પર જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ત્ઝે મજાક કરતા કહ્યું- અને સિગારેટ કેટલી પીધી? મેલોનીએ આનો ઇનકાર કરતા કહ્યું કે તેમણે એક મહિનાથી સિગારેટ પીધી નથી. આ સાંભળતા જ કેનેડા, બ્રિટન, જાપાન અને યુરોપિયન યુનિયનના નેતાઓએ તેમને અભિનંદન આપ્યા. મેલોનીએ ખુશીમાં બંને હાથ ઊંચા કર્યા. આ પછી કેનેડિયન PM માર્ક કાર્નીએ મજાકિયા અંદાજમાં પોતાના હાથ તરફ ઈશારો કરીને પૂછ્યું, શું તમે નિકોટિન પેચ લગાવ્યો છે? આના પર આસપાસ હાજર લોકો હસી પડ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ફૂટબોલ સિવાય UFC મુકાબલાનો ઉલ્લેખ કર્યો. હકીકતમાં, ટ્રમ્પના જન્મદિવસ ૧૪ જૂને વ્હાઈટ હાઉસમાં UFC મુકાબલો થયો હતો. ટ્રમ્પે તેના આયોજક ડાના વ્હાઈટની ખૂબ પ્રશંસા કરી.

સમિટમાં એક રહસ્યમય વાતચીત પણ રેકોર્ડ થઈ. ટ્રમ્પ યુરોપિયન કાઉન્સિલના ચીફ એન્ટોનિયો કોસ્ટા સાથે વાત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "તમે જાણતા હશો." થોડીવાર રોકાયા પછી તેમણે કોસ્ટા તરફ જોતા કહ્યું - ચીનલેન્ડ. વાતચીતનો બાકીનો ભાગ સ્પષ્ટ સંભળાયો નહીં. સંમેલન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેકોન પોતાની ઘડિયાળ ક્યાંક ભૂલી ગયા. જ્યારે નેતાઓ બપોરના ભોજન માટે જઈ રહ્યા હતા, ત્યારે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, મેકોન પોતાની ઘડિયાળ અહીં છોડી ગયા છે. અમારી પાસે તેમની ઘડિયાળ છે. આના પર ટ્રમ્પે તરત જ મજાક કરતા કહ્યું, જો તેમણે છોડી દીધી છે તો મને આપી દો. તેમની વાત સાંભળીને ત્યાં હાજર લોકો હસી પડ્યા. આ દરમિયાન મોદી અને ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચે વાતચીત પણ થઈ. મેલોનીએ મોદીને કહ્યું- ફરી મળીને સારું લાગ્યું, આપણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ છીએ.