Loading Please Wait !!!

જુનાગઢ

વિસાવદરના પીરવડમાં SOGનું ઓપરેશન: 'મામા દેવ'ના મંદિર પાસે લોડેડ પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો!

પેન્ટના નેફામાં છુપાવ્યું હતું મોતનું હથિયાર – સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલતા પોલીસ તપાસ તેજ પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ...

કેશોદમાં 1.70 Lakh ની ઉઠાંતરી કરનાર MP ની ગેંગ જેતપુરથી ઝડપાઈ: પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો!

સોડા પીવા ઉભેલા યુવકની બાઈકની ડીકીમાંથી રોકડ સેરવી લીધી હતી – મુદ્દામાલ સાથે એક આરોપી દબોચાયો SP B.C. Thakkar ના માર્ગદર્શન હેઠળ ઓપરેશન...

જૂનાગઢના કડિયાવડમાં 'ડેથ વોરંટ' જેવી બિલ્ડિંગો: વેપારીઓએ કલેક્ટરને ઘેર્યા, જાનહાનિ થશે તો નેતાઓ જવાબદાર!

બિસ્માર રસ્તાને કારણે એમ્બ્યુલન્સ પણ ન આવી શકી – કમિશનર અને કોર્પોરેટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તૈયારી આવેદનપત્રમાં...

જૂનાગઢ GIDC-2 માં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ: 52,000 લિટર પાણીના મારા બાદ જ્વાળાઓ શાંત થઈ!

શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી – ઉદ્યોગકારોએ GIDC માં અલાયદા ફાયર સ્ટેશનની કરી ઉગ્ર માંગ ઇલ્યાઝભાઈના કારખાનામાં લાખોનો માલ...

પરીક્ષા આપવા જતાં મોરબીના યુવાનનું કાળમુખો અકસ્માત; જૂનાગઢ પાસે કાર પલટી ખાતા 19 વર્ષીય પૃથ્વીનું મોત

માખીયાળી બ્રિજ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત - હળવદના ભવાની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું ગડુ ખાતે કોલેજની પરીક્ષા દેવા જતી વખતે...

મેંદરડામાં 'ખાખી' નું ભવ્ય સ્વાગત: નવા PI વત્સલ સાવજને સુખરામદાસ બાપુએ આશીર્વચન આપી આવકાર્યા!

ખાખીમઢી રામજી મંદિરના મહંત દ્વારા સાલ ઓઢાડી સન્માન - મેંદરડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા જામ્યો માહોલ મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮...

ગુજરાતમાં હવે 'બીડી' પણ નકલી: કેશોદ પાસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે કોડીનારનો શખ્સ ઝડપાયો!

નકલી કચેરીઓ અને ઘી-તેલ બાદ હવે વ્યસનીઓ પણ ફસાયા - નામાંકિત કંપનીઓના નામે હલકો માલ પધરાવવાનું કૌભાંડ પુનાની કંપનીના અધિકારીઓની...

જૂનાગઢના કડિયાવાડમાં જનતાનો આક્રોશ: "હવે નેતાઓ નહીં, કિન્નરોને ચૂંટણી લડાવવી છે!"

જર્જરિત ઇમારતોના માચડા નીચે જીવવા મજબૂર રહીશો - સ્લેબ તૂટતા મહિલા લોહીલુહાણ છતાં તંત્ર ઘોર નિદ્રામાં 50થી વધુ બિલ્ડિંગો અતિ...

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢથી સાબરમતી જેલ ટ્રાન્સફર: હાઈ-સિક્યોરિટી બંદોબસ્ત વચ્ચે મોટું ઓપરેશન!

પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસના આજીવન કેદના કેદીને અમદાવાદ ખસેડાયા - જેલ વિભાગની અત્યંત ગુપ્ત કાર્યવાહી હાઈકોર્ટના કડક વલણ બાદ...

કેશોદમાં જળસંકટનો હાહાકાર: 5 દિવસે આવતા ગંદા પાણીથી જનતા ત્રાહિમામ, ₹200 ખર્ચી ટેન્કર લેવા મજબૂરી!

"ચૂંટણી વખતે જ નેતાઓ દેખાય છે" - રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્ર સામે નોંધાવ્યો વિરોધ દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીથી બીમારીનો ભય - ચીફ...

જૂનાગઢ સિવિલમાં 'રજા'ના દિવસે દર્દીઓ રામભરોસે: OPD ને તાળા વાગતા ગરીબ દર્દીઓમાં ભારે રોષ!

જવાબદાર અધિકારીઓ ગેરહાજર, વહીવટી શૂન્યાવકાશ - ઇમરજન્સીમાં લાંબી લાઈનો અને માત્ર કામચલાઉ દવાઓનો સહારો સુપરિન્ટેન્ડન્ટ અને RMO ગાયબ -...

વિકાસથી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે રોષ:વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત, 7 દિવસમાં કામ શરૂ ન થાય તો ઉપવાસની ચીમકી જૂનાગઢ26 મિનિટ પેહલા જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં નવાનગરવાડા વિસ્તારનું ઐતિહાસિક અને પૌરાણિક શીતલાકુંડ મંદિર છેલ્લા ઘણા સમયથી વિકાસના અભાવે અવ્યવસ્થિત સ્થિતિમાં છે.ધાર્મિક અને સામાજિક રીતે અત્યંત મહત્વ ધરાવતા આ સ્થળે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને પ્રસંગોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે, છતાં અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે શીતળા સાતમ, મોટી સાતમ જેવા તહેવારો ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે દીપમાળાના પ્રસંગે અહીં હજારો ભાવિકો ભેગા થાય છે. છતાં, તંત્ર દ્વારા સ્થળના વિકાસ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ભાવિકોને તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. 50 લાખની ગ્રાંટ છતાં કામ ચાલુ ન થયું રહેવાસીઓનું કહેવું છે કે શીતલાકુંડના વિકાસ માટે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વિકાસ કામ ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ હાથ ધરવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને તેની માહિતી ધારાસભ્યની ત્રિવેણી સંગમ પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી.આ જાહેરાતથી સ્થાનિકોમાં આશા જાગી હતી કે હવે શીતલાકુંડનો વિકાસ થશે અને અહીં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે.આજદિન સુધી સ્થળ પર કોઈ પણ પ્રકારનું વિકાસ કામ શરૂ થયું નથી.માત્ર પ્લાન અને નકશા તૈયાર થઈ રહ્યા હોવાના આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે,પરંતુ જમીન પર કોઈ કામગીરીનો અણસાર પણ દેખાતો નથી.આથી સ્થાનિકોમાં નિરાશા અને રોષ બંને વધી રહ્યા છે. શીતલાકુંડ મંદિરના વિકાસનો અભાવ. શીતલાકુંડ મંદિરના વિકાસનો અભાવ. પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનવું પડશે:મિહિર મહેતા આ મુદ્દે શીતલાકુંડ વિસ્તારના રહેવાસી મિહિર મહેતાએ જણાવ્યું હતું કે અગાઉ 9 માર્ચ 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યા છે. જો આગામી સાત દિવસમાં શીતલાકુંડના રિનોવેશનનું કામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનશે. ધાર્મિક સ્થળ છતાં, મૂળભૂત સુવિધાનો અભાવ બીજી તરફ, સ્થાનિક રહેવાસી નારાયણ મેઘજી ઝાલાએ પણ તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. શિવરાત્રી અને હનુમાન જયંતી જેવા મોટા તહેવારો પસાર થઈ ગયા હોવા છતાં, કોઈ પણ અધિકારી કે સત્તાધીશે આ સ્થળની મુલાકાત લીધી નથી કે વિકાસ કામ ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટતા કરી નથી.તંત્રની આ ઢીલી નીતિ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.રહીશોનું કહેવું છે કે આ સ્થળ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે,છતાં તેને અવગણવામાં આવી રહ્યું છે.સ્થળ પર સાફસફાઈ, બેસવાની વ્યવસ્થા, પાણી અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. પૌરાણિક મહત્વ જાળવવા કામ શરૂ કરવું જરૂરી આ પરિસ્થિતિથી કંટાળી શીતલાકુંડ વિસ્તારના રહીશોએ 2 એપ્રિલ 2026ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.આ આવેદનમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સાત દિવસની અંદર વિકાસ કામ શરૂ નહીં થાય, તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસશે. સાથે જ તેમણે આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે.આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે શીતલાકુંડનું ઐતિહાસિક અને પૌરાણીક મહત્વ જાળવવા માટે તાત્કાલિક ધોરણે વિકાસ કામ શરૂ કરવું જરૂરી છે. તેઓએ કમિશનરને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તેઓ લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ હવે તેમની સહનશક્તિનો અંત આવી રહ્યો છે. જો તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ કરવા મજબૂર બનશે,જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.હાલમાં સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના આ આંદોલનની ચેતવણી પછી તંત્ર કોઈ તાત્કાલિક પગલાં લે છે કે નહીં.

ધારાસભ્ય સંજય કોરડીયાએ ફાળવેલા નાણાં ક્યાં વપરાયા? - 7 દિવસમાં કામ શરૂ નહીં થાય તો મિહિર મહેતા ઉતરશે ઉપવાસ પર તહેવારોમાં હજારો...