ખેડૂતો લડી લેવાના મૂડમાં!
- GSPL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો નવતર વિરોધ
- દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યા
- સિટી ન્યૂઝ@રાજકોટદ્વારકા
અમારી જમીન + પાક + માલ મિલકતનું પહેલા સંયુક્ત સર્વે કરી અમને આખરી એવોર્ડ આપ્યા બાદ જ કામ ચાલુ કરો. ગેસ પાઇપ લાઈન પસાર થવાથી અમારી જમીનની કિંમત અડધી થઈ જાય છે આ ઘટતી કિંમત અમને કોણ આપશે ?? સત્તામાં બેઠેલા સત્તાધીશો અમારા અધિકારોનું રક્ષણ કરવા માટે આપને જન પ્રતિનિધિત્વ આપ્યું છે. આપ આપની ફરજ નિભાવો. ગેસ - પાણી પાઈપ લાઇન કાયદો ૨૦૦૦ મુજબ ૩(૧), ૬(૧) ના જાહેરનામા જ ભૂલ ભરેલા છે. જો જાહેરનામા જ ભૂલ ભરેલા હોય તો અમે કામ કરવા કેમ દઈએ ? કાયદો બધા માટે સરખો હોય, GSPL કંપનીએ પણ કાયદાનું પાલન કરવું જોઈએ. અમને કેટલું વળતર મળશે એ જાણવાનો અમારો કાયદાકીય અધિકાર છે. એ જાણ્યા વગર
અમે કામ કરવા નહીં દઈએ. પહેલા GSPL કંપની પોતે કાયદાઓનું પાલન કરે ત્યારબાદ અમને કાયદાઓ સમજાવે. અમારા ખેતરોમાં બોકસાઈટ જેવી કિંમતી ખનીજ છે. મારે તેની લિઝ મુકવી છે તો ગેસ પાઇપ લાઈન નીકળ્યા પછી મારા ખેતરમાં લિઝ મંજુર થશે ?? PMP એક્ટ ૧૯૬૨, ગેસ પાણી પાઈપ લાઈન કાયદો ૨૦૦૦ અને જમીન સંપાદન કાયદો ૨૦૧૩ તમામ કાયદાઓ મુજબ અમને વળતર કેટલું મળવા પાત્ર છે એ જાવાનો ખેડૂતોનો અધિકાર છે એ અધિકાર GSPL છીનવી ન શકે. ગેસ - પાણી પાઈપ લાઈન કાયદો ૨૦૦૦ મુજબ ૩(૧) અને ૬(૧) જાહેરનામામાં અમારા સર્વે નંબરનો ઉલ્લેખ જ નથી તો અમને આ કાયદો કેવીરીતે લાગુ પડે ?? GSPL ના ઉચ્ચ અધિકારીઓ અમને સમજાવે.
- દ્રાંગધ્રાના ખેડૂતોએ રેલી યોજી
- વળતરનો પરિપત્ર રદ્દ કરવા ખેડૂતો ઉમટ્યા
દ્રાંગધ્રાના કોંઢ ગામની સીમાંથી વીજ લાઈન પસાર કરવા નાંખવામાં આવતા વીજ પોલને લઈને યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. જેમાં સરકારે ગત તા. ૪થી જુલાઈએ વળતરનો પરિપત્ર બહાર પાદયો હતો. પરંતુ તેમાં પુરતું વળતર ન હોવાથી ખેડૂતો હવે પરિપત્ર રદ્દ કરી તેમાં સુધારા કરે તેવી માંગ કરી રહ્યા છે. જેમાં મંગળવારે દ્રાંગધ્રા ગામના ખેડૂતોએ સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનથી વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી પરીપત્રમાં સુધારાની માંગ કરી હતી. દ્રાંગધ્રા તાલુકામાંથી પાવરગ્રીડ કંપનીની વીજ લાઈન પસાર કરવામાં આવી છે. દ્રાંગધ્રા પંથકના ખેતરોમાંથી વીજ
લાઈન પસાર નાંખવામાં આવતા વીજ પોલ બાબતે ખેડૂતો અને કંપનીના માણસો ગત મે માસમાં आमને सामने આવી ગયા છે. ખેડૂતોએ કામગીરીને અટકાવતા પોલીસ પ્રૌટેકશન સાથે કામગીરી કરાઈ હતી. આ અંગે જિલ્લા કક્ષાએ રજૂઆતો, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન બાદ અંતે સરકાર ઝૂકી હતી. અને તા. ૪-૧૦ના રોજ વળતરનો પરિપત્ર બહાર પાડ્યો હતો. પરંતુ આ પરિપત્ર મુજબ યોગ્ય વળતર ન મળતું હોવાની માંગ સાથે હવે ખેડૂતોએ વિરોધ કરી તેમાં સુધારાની માંગ કરી રહ્યા છે. જેમાં દ્રાંગધ્રા પંથકના ખેડૂતોએ મંગળવારે સુરેન્દ્રનગરના મેળાના મેદાનથી વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યુ હતુ.
- મોરબીના જેટપરમાં વરસાદ
- બાદ 10 લાખ ખેડૂતો ભેગા થશે
મોરબીના જેટપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલન વચ્ચે મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ઉર્ફે કારુ કાકા ગાંધીકાતે ઉપવાસ છાવણી ખાતે પહોંચ્યા હતા. તેમણે સરકાર સામે આંદોલન વધુ ઉગ્ર બનાવવાના સંકેતો આપ્યા હતા. કારુ કાકાએ જણાવ્યું હતું કે, વરસાદની આગાહીના કારણે હાલ શાંતિ રાખવામાં આવી છે. જોકે, વરસાદ થોડો રહેવા દીધા બાદ અરપિયા ઉપાડવામાં આવશે અને ત્યારબાદ સરકાર શું કરવું તે જોવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,
જેટપરમાં ૧૦ લાખ માણસો ભેગા કરવામાં આવશે. આ સાથે અધિકારીઓ અને નેતાઓને લઈને પણ તેમણે આક્રમક નિવેદન આપ્યું હતું. કારુ કાકાએ કહ્યું કે, અધિકારીઓ અને નેતાઓ સાથે જેટપરમાં ૧૪૪ લાગુ કરવામાં આવી છે, હવે કયો નેતા આવે છે તે પણ જોઈશું. જેટપર ઉપવાસ છાવણીથી કરાયેલા આ નિવેદનને પગલે વરસાદ બાદ આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે. ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.