Loading Please Wait !!!
જયરાજસિંહના ઘરના પૂરા CCTV જાહેર કરો CBIને તપાસ સોંપવામાં આવે

  • રાજકુમાર જાટના મોત મામલે પિતા રતનલાલે હાઈકોર્ટમાં કહ્યું
  • કોર્ટે કહ્યું હતું કે મૃતક ક્યાં સંજોગોમાં નગ્ન હાલતમાં ફરતો હતો તે પ્રશ્ન છે CCTV મુદ્દે તપાસનો રિપોર્ટ સાયલન્ટ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ આકસ્મિક મોતના કેસમાં હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. મોત પહેલા રાજકુમાર જાટ રાજકોટ-અમદાવાદ હાઈવે નગ્ન અવસ્થામાં નજરે પડ્યાના CCTV મળી આવ્યા હોય કોર્ટે તેની તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, મૃતક કયા સંજોગોમાં નગ્ન હાલતમાં ફરતો હતો તે પ્રશ્ન છે. CCTV મુદ્દે તપાસનો રિપોર્ટ સાયલન્ટ છે.

રાજકુમાર જાટનું આકસ્મિક મોત થયાનો ગુનો રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જો કે, તેના પરિવારજનો આ બનાવ અકસ્માતનો નહીં પણ હત્યાનો હોવાનું માની રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે,આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી

રહી છે. પરિવારે આ કેસની તપાસ CBIને સોંપવાની માગ કરી છે.

મૂળ રાજસ્થાનના અને આશરે ૩૦ વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ ૩ માર્ચ, ૨૦૨૫એ ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા ૫ માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો

હોવાના પોસ્ટર લાગ્યા હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે ૪ માર્ચે રાત્રિના ૩ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. ૯ માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

અરજદારના વકીલે આ પહેલા થયેલી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, પોલીસ આરોપીના પ્રભાવમાં હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન કરી રહી છે. તેઓની માંગ CBI તપાસની છે. ૨ માર્ચ, ૨૦૨૫ના રોજ આરોપીના ઘરમાં મૃતકને માર મરાયો હતો, તેના પિતાને પણ લાફા માર્યા હતા. તે રાતથી રાજકુમાર ગાયબ થયો હતો.

  • રાજકુમાર જાટ શા માટે નગ્નઅવસ્થામાં ફરતો હતો ? હાઈકોર્ટનો સવાલ
  • હાઈકોર્ટના સરકારી વકીલને ચાર સવાલ
  • શકમંદો અને મૃતક આ ઘટના પહેલા એકબીજાને જાણતા હતા ?

  • શકમંદો અને મૃતક વચ્ચે કોઈ દુશ્મનાવટ હતી ?

  • અરદાર પિતા અને મૃતક પુત્ર બંને કેમ શકમંદોના ઘરમાં ગયા,ત્યાં શું થયું?

  • મૃતક (રાજકુમાર) CCTVમાં રસ્તા પર નગ્ન હાલતમાં કેમ ફરતો હતો ?