એલ.સી.બી. પશ્ચિમ રેલવેનું સફળ ઓપરેશન: ટ્રોલી બેગમાં સંતાડીને લવાતો ૧૮.૪૭ કિલો ગાંજા જપ્ત
- રાજકોટ રેલવે સ્ટેશન પરથી 9.41 લાખના ગાંજાના જથ્થા સાથે આંતરરાજ્ય ડ્રગ પેડલર ઝડપાયો
- છત્તીસગઢનો આરોપી જેલના સળિયા પાછળ, યુ.પી.નો શખ્સ ફરાર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ રેલવે સ્ટેશન પરથી એલ.સી.બી. પશ્ચિમ રેલવેની ટીમે ૩.૬.૪૧ લાખના ગાંજાના જથ્થા સાથે આંતરરાજ્ય ડ્રગ પેડલરને ઝડપી પાડો છે. પ્લેટફોર્મ નં. ૧ પર શંકાસ્પદ અને વજનદાર ટ્રોલી બેગ સાથે કરતા શખ્સને પોલીસે અટકાવી તપાસ કરતાં તેમાંથી ૧૮.૪૭ કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે પકડાયેલા આરોપીની ઓળખ કર્મવીર તુલસીદાસ પાટીલ તરીકે કરી છે, જે મૂળ સુરજપુર, છત્તીસગઢનો રહેવાસી છે. તેની પાસેથી રૂ.૬,૨૩,૩૫૦ની કિંમતનો ગાંજો, રૂ.૧૫,૦૦૦નો Oppo-Aપક્ષ મોબાઇલ ફોન, રૂ.૧,૮૦૦ રોકડા અને બે ટ્રોલી બેગ મળી કુલ રૂ.૬,૪૧,૧૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ગાંજાની હેરાફેરીમાં ઉત્તરપ્રદેશના બાંડા ખાતે રહેતો સંદીપને પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન તે ફરાર થઈ ગયો હતો. તેને ઝડપી પાડા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ કરી છે.
પી.આઈ. જે.આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.એમ. પરમાર સહિતની એલ.સી.બી. ટીમે એસ.ઓ.જી.ના સહયોગથી આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પણ તપાસ કરી રહી છે.