ગુરુત્વ એ પરમ તત્વ: સત્સંગ અને સેવાના માર્ગથી જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ!
-
સેવાકાર્ય કરતા રહેવાથી જ આનંદ મળે છે અને પ્રભુનો રાજીપો પ્રાપ્ત થાય છે.
-
મનુષ્યના જીવનમાં વિવેક, આત્મનિષ્ઠા અને સાત્વિક વિચારોથી વાણી દીપી ઉઠે છે.
-
સંસારમાં રહીને માનવધર્મ નિભાવનારનું જીવન આધ્યાત્મિક માર્ગે સફળ બને છે.
સિટી ન્યુઝ @ આધ્યાત્મિક
આપણા ગ્રંથો, પુરાણો અને શાસ્ત્રોમાં હંમેશાં હરિસ્મરણ અને નિત્ય પૂજા-પાઠ કરવાના મહિમા વિશે જણાવવામાં આવ્યું છે. ભક્તિની શક્તિથી સકારાત્મક વિચારો અને સત્કર્મો કરવા માટે પ્રેરણા મળે છે. જીવનમાં પ્રભુમાં અખંડ શ્રદ્ધા રાખીને જ્યારે નિસ્વાર્થભાવે કાર્ય કરવામાં આવે ત્યારે સેવા અને સમર્પણ દ્વારા આત્મવિશ્વાસ દ્રઢ થાય છે. સંસારમાં રહીને માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે અને માનવધર્મ નિભાવનારનું જીવન આધ્યાત્મિક માર્ગે દિવ્ય બને છે. સત્સંગમાં બેસવાથી જેવો સંગ તેવો રંગ લાગ્યા વિના રહેતો નથી અને સેવાકાર્ય કરવાથી જ સાચો આનંદ મળે છે.
જીવનમાં પ્રભુની કૃપાથી સાચા સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે, જેનાથી જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. સદ્ગુરુ પોતાના જ્ઞાનના પ્રકાશથી શિષ્યના જીવનમાંથી અંધકાર દૂર કરીને આત્મજ્ઞાન કરાવે છે. ગુરુની કૃપાથી મનુષ્યની કુટેવો અને અવગુણ દૂર થાય છે તથા મન ભક્તિમાં જોડાય છે. ગુરુ એ જ્ઞાનની વહેતી ગંગા સમાન છે, જેમાં ડૂબકી લગાવનાર ભવસાગર તરી જાય છે. ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાથી આત્મજ્ઞાન અને આત્મવિશ્વાસ બંને દ્રઢ બને છે કારણ કે ગુરુ વિના જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ અસંભવ છે.
આધ્યાત્મિક ઉત્થાન
ગુરુ અને સત્સંગના માધ્યમથી માનવ જીવનમાં સદ્ગુણોનો વિકાસ થાય છે અને આત્મા પરમાત્મા સાથે અનુસંધાન સાધીને સાચા સુખની અનુભૂતિ કરે છે.