વરસાદ નહીં, ગરમીથી રસ્તાઓ તૂટે છે !
IIT ગાંધીનગરના રિસર્ચસે 'ટ્રેમ્પરેચર સ્ટ્રેસ'નો અભ્યાસ કરીને AI આધારિત ફ્રેમવર્ક વિકસાવ્યું
-
ગાંધીનગરની AI ટેકનોલોજીએ શોધ્યા ગુજરાતના 5 થર્મલ ઝોન: ગુજરાતમાં રસ્તાઓ હવે હવામાન પ્રમાણે બનશે
-
દિવસથી ગરમીથી કોન્ક્રીટ ફૂલે છે અને રાત્રે ઠંડકથી સંકોચાય છે સતત ચાલતી પ્રોસેસથી રસ્તાઓ ઉપર તિરાડ પડે છે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
વરસાદ આવે અને રસ્તા તૂટે એટલે સામાન્ય રીતે તેના માટે ભારે વરસાદને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ રસ્તાઓને નબળા પાડતું મુખ્ય કારણ છે કે, 'દિવસ દરમિયાન ગરમીથી કોન્ક્રીટ ફૂલે છે અને રાત્રે ઠંડકથી સંકોચાય છે. સતત ચાલતી આ પ્રક્રિયાથી સમય જતાં રસ્તામાં તિરાડો પડે છે. IIT ગાંધીનગરના રિસર્ચર્સ 'ટેમ્પરેચર સ્ટ્રેસ'નો અભ્યાસ કરીને AI આધારિત નવું ફ્રેમવર્ક વિકસાવ્યું છે. ૧૨૬ સ્થળોના ડેટા અને ૬૦ વર્ષથી વધુના હવામાન રેકોર્ડના એનાલિસિસના આધારે ગુજરાતમાં ૫ અલગ થર્મલ માઇક્રોઝોન હોવાનું સામે આવ્યું છે. એટલે સમગ્ર રાજ્યમાં 'વન-સાઇઝ-ફિટ્સ-ઓલ' રોડ ડિઝાઇનના બદલે સ્થાનિક તાપમાન પ્રમાણે ડિઝાઇન અને કોન્ક્રીટ સ્લેબની જાડાઈ નક્કી કરી શકાશે. આ મોડેલ રસ્તાઓને વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
ગુજરાતમાં 5 થર્મલ ઝોન
IITGNના અભ્યાસ મુજબ ગુજરાતમાં એકસરખું હવામાન નથી, પરંતુ ૫ જેટલા અલગ -અલગ થર્મલ માઇક્રોઝોન છે. આ બાબતને વધારે યોગ્ય રીતે જાણવા રિસર્ચર્સે ૧૨૬ સ્થળોના ડેટા અને ૬૦ વર્ષના હવામાન રેકોર્ડનું એનાલિસિસ કર્યું છે. તેમાં ૧૬.૩°Cથી ૧૭.૨°C સુધીનો તાપમાન ફેરફાર જોવા મળ્યો હતો. આ ફેરફાર રસ્તાની મજબૂતાઈ પર અસર કરે છે AI મોડેલ દ્વારા દરેક ઝોન માટે અલગ રોડ ડિઝાઇન બનાવવી શક્ય બની છે.
રાજ્યમાં વન-સાઇઝ-ફિટ્સ-ઓલ’રોડ ડિઝાઇનના બદલે સ્થાનિક તાપમાન પ્રમાણે ડિઝાઇન અને કોન્ક્રીટ સ્લેબની જાડાઈ નક્કી કરી શકાશે
-
'વન-સાઇઝ-ફિટ્સ-ઓલ'ની આધારિત જગ્યાએ માઇક્રોઝોન ડિઝાઇન તૈયાર કરી શકાય: હાલમાં સમગ્ર રાજ્ય અથવા વિસ્તાર માટે રસ્તા બનાવવાનો એક સરખો નિયમ વપરાય છે. તેના બદલે આ રિસર્ચ મશીન લર્નિંગનો ઉપયોગ કરીને અલગ-અલગ વિસ્તારોના તાપમાન અને હવામાનને આધારે માઇક્રોઝોન બનાવે છે. જે વિસ્તારનું તાપમાન જેવું હોય તે મુજબ જ ત્યાંના રસ્તાની ડિઝાઇન નક્કી કરવાનો ઉપાય આપવામાં આવ્યો છે.
-
આધુનિક ડેટા અને થર્મલ મોડેલિંગનો ઉપયોગ: વર્ષ ૧૯૭૪ જેવા જૂના ડેટાના બદલે સુધીના છેલ્લાં દાયકાના કલાક-દીઠ હવામાન થર્મલ મોડેલિંગનો ઉપયોગ કરી જમીનનું તાપમાન અને ગરમીના ફેરફારોની ચોક્કસ ગણતરી કરવી.
-
સ્લેબની જાડાઈમાં સ્થાનિક જરૂરિયાત મુજબ ફેરફાર: રસ્તામાં વપરાતા કોંક્રીટ 3 સ્લેબની જાડાઈ જેમ કે ૨૦૦૦, ૨૫૦, અને 300 m) સ્થાનિક હવામાનના તાપમાનના તફાવતને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવી.