Loading Please Wait !!!
જામનગરમાં LCBના દરોડા: ₹78,900ના વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો

  • ખોડીયાર કોલોની વિસ્તારમાંથી 239 બોટલ/ચપલા જપ્ત, સપ્લાયર અને મંગાવનારની શોધખોળ શરૂ.
  • પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે સટીક કાર્યવાહી.
  • નાઘેડી ગામના શખસ પાસેથી લાવવામાં આવ્યો હતો જથ્થો, ફરાર આરોપીઓની શોધ ચાલુ.

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર LCB પોલીસે શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં સફળ દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ રૂા. 78,900 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કેસમાં દારૂના મુખ્ય સપ્લાયર અને મંગાવનારને ઝડપી લેવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જામનગર શહેરના ખોડીયાર કોલોની, રાજ ચેમ્બર પાસે રોડ પરથી ધીરેનભાઈ ઈન્દ્રજીતભાઈ ચંદન (ઉં.વ. 28, રહે. સાધના કોલોની પાછળ, જડેશ્વર પાર્ક, જામનગર) ને તેના વાહન સાથે ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 239 ચપલા (કિંમત રૂા. 23,900), એક મોબાઈલ ફોન (કિંમત રૂા. 5,000) તથા ટીવીએસ વાહન (કિંમત રૂા. 50,000) મળી કુલ રૂા. 78,900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રામ જીવાભાઈ મોઢવાડિયા (રહે. નાઘેડી ગામ, જામનગર) પાસેથી લાવવામાં આવ્યો હોવાનું તેમજ તે રીટાબેન હીતેન્દ્રસિંહ જાડેજા (રહે. રાજ ચેમ્બર પાસે, જામનગર) માટે મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ બંને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરમાં LCBના દરોડા: દારૂના જથ્થા સાથે શખસ ઝડપાયો

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાંથી LCB પોલીસે રૂા. 78,900 ની કિંમતના વિદેશી દારૂના ચપલા, વાહન અને મોબાઈલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અન્ય બે શખ્સોના નામ ખૂલતા પોલીસે તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.