Loading Please Wait !!!
રાજકોટ લોધીકા સંઘની કાલે ચૂંટણી

  • ૧૫માંથી 5 બેઠકો માટે કાલે ચૂંટણી 4 બેઠકો ઉપર મોવડી મંડળે ઘીના ઠામમાં ઘી પાડી દેવાની ચર્ચા
  • 14 બેઠકમાં સમાધાન નક્કી જેવું માત્ર રૈયાણી બેઠકમાં હજુ ભરેલું નાળિયેર?
  • BJP V/S BJP વચ્ચે જંગ, દિલ્હી સુધી લોબિંગ છેલ્લી ઘડી સુધી મનાવણા માટે બેઠકોનો ધમધમાટ શરૂ

સિટી ન્યૂઝ@રાજકોટ

એશિયાના સૌથી મોટા ગણાતા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આવતીકાલે ૮ સપ્ટેમ્બરે યોજાવાની છે, ત્યારે સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘની ચૂંટણીમાં સામ-સામે તમામ ૧૦ ઉમેદવારો ભાજપના જ હોવાથી પાર્ટી દ્વારા નક્કી કરાયેલ નામના ઉમેદવારો જ મત આપવા વિપ આપવામાં આવ્યું છે. જ્યારે બાકીની ૫ બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવામાં જિલ્લા ભાજપનું નેતૃત્વ નિષ્ફળ સાબિત થતા ચૂંટણી થશે. નાની સહકારી સંસ્થાની સત્તા હાંસલ કરવા માટે ગાંધીનગરથી માંડીને દિલ્હી હાઈકમાન્ડ સુધી ભારે લોબિંગ કરવામાં આવ્યું તેમ છતાં બે દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સંગઠન નિષ્ફળ રહ્યું છે. આ ચૂંટણીમાં બે પૂર્વ મંત્રીઓના જૂથ आमने-सामने આવી જતાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ સુધીની વર્ચસ્વની લડાઈમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર ટકેલી છે.

ચૂંટણી કાર્યક્રમ અનુસાર આવતીકાલે ૮ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી નિર્ધારિત મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી મતગણતરી શરૂ કરીને આખરી પરિણામ જાહેર કરવામાં આવશે. ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની ૫ બેઠકો પર સામસામે ૧૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે બંને પક્ષો માટે એક-એક મત નિર્ણાયક બની ગયો છે. રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી માટે પ્રદેશના નેતાઓની મધ્યસ્થ્થી  બાદ પણ સમાધાન ન થતા ભાજપ દ્વારા કૂવાડવા જૂથ બેઠક પર અરવિંદ રૈયાણી, માધાપર જૂથ બેઠક પર પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ધોધુબા જાડેજા, ખોપડદ ડ જૂથ બેઠક પર બાબુ નસીત, ત્રંબા જૂથ બેઠક પર નિતીન રૈયાણી અને હલેન્ડા જૂથ બેઠક પર મહેશ આસોદરીયાના નામની જાહેરાત કરી વિપ આપવામાં આવ્યું છે અને આ પાંચેય ઉમેદવારને મત આપવા વિપ આપવામાં આવ્યું છે. જેની સામે ભાજપના જ ઉમેદવારો ચિતનની લડતા હોવાથી નાના એવા સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની લડાઈનું ચિત્ર સામે આવ્યું છે.

ચૂંટણીની ૫ બેઠકો પર સામસામે ખરાબરીનો જંગ જામ્યો છે. જેમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટીયા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે વિજય સખીયા સામે પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ધોધુબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બાબુ નસીત સામે હરજીભાઈ પીપડીયા, અનિરુદ્ધ સિંહ જાડેજા સામે નીતિન રૈયાણી તેમજ મહેશ આસોદરીયા સામે ઘીરૂભાઈ રોકડ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.

ઉમેદવાર વિજય સખીયાએ પોલીસ પ્રોટેકશન માગ્યું

રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં ભાજપ નેતા વિજય સખીયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ આવતીકાલે યોજનાર ચૂંટણી દરમિયાન ચૂંટણી વિના વિઘ્ને અને પારદર્શક રીતે થાય તથા ઉમેદવાર તરીકે સુરક્ષા મળે તે માટે પોતાના સ્વ ખર્ચે પોલીસ પ્રોટેકશન આપવા પોલીસ કમિશનર સમક્ષ લેખિત માગ કરી છે.