Loading Please Wait !!!
રૈયા ચોકડી પર જાહેરમાં ગાળાાગાળી અને મારામારી કરનાર મહિલા કોન્સ્ટેબલ હોવાની ચર્ચા?

સામાન્ય અક્સમાત જેવી બાબતે મહિલાએ તાંડવ મચાવી સામાન્ય લોકોને ઢીબી નાંખ્યા
રાજકોટ પોલીસ તપાસ કરી આવી મહિલાઓને પણ સબક શીખડાવવો જોઈએ

સિટી ન્યૂઝ@જયપુર

રાજકોટ શહેર હંમેશા તેની શાંતિ અને રંગીલા સ્વભાવ માટે જાણીતું છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. શહેરના અત્યંત વ્યસ્ત એવા રૈયા ચોકડી વિસ્તારમાં બે વાહનો વચ્ચે સામાન્ય ટક્કર થતાં એક મોટો હોંગામો સર્જાયો હતો. આ ઘટનામાં કાળા ટી-શર્ટમાં સજ્જ એક યુવતીએ પોતાનો મિજાજ ગુમાવીને કારમાં સવાર અન્ય મહિલાઓ સાથે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. વાત માત્ર બોલાચાલી પૂરતી સીમિત ન રહેતા, આ યુવતીએ કોઈ પણ જાતના સંકોચ વગર બેફામ ગાળો ભાંદીને મારામારી પણ કરી હતી. રસ્તા વચ્ચે થયેલા આ ધિંગાણાના કારણે ત્યાંથી પસાર થતા લોકો પણ સ્તબ્ધ રહી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

આ વાયરલ વીડિયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ગાળાાગાળી અને અણશાજતું વર્તન કરનાર આ કાળા ટી-શર્ટવાળી મહિલા અન્ય કોઈ નહીં, પરંતુ રાજકોટ શહેર પોલીસની જ કોન્સ્ટેબલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો

લોકોની આ આશંકા સાચી પડશે, તો તો પોલીસ વિભાગ માટે અત્યંત શરમજનક બાબત ગણાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા જ ખાનગી વર્દીધારી કર્મીઓ જો કાયદાના ધજાગરા ઉડાવીને રસ્તા પર આવી ગુंडाગીરી પર ઉતરી આવે, તો સામાન્ય જનતા સુરક્ષા માટે કોની પાસે જશે તે એક મોટો સવાલ અહીં ઊભો થયો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયુવેગે પ્રસરતા સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું પોલીસ ખાતામાં હોવાનો અર્થ એ છે કે જાહેરમાં કોઈનું પણ અપમાન કરવાનો અને કાયદા હાથમાં લેવાનો પરવાનો મળી ગયો? હાલમાં આ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે અને સ્થાનિક પોલીસે વાયરલ વીડિયોની ગંભીરતાથી નોંધ લીધી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા વીડિયોમાં દેખાતા વાહનોના નંબર તેમજ કાળા ટી-શર્ટવાળી મહિલાની સાચી ઓળખ માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ ઘટનામાં કાયદો પોતાનું કામ નિષ્पक्ष રીતે કરે છે કે પછી 'ఖాખી'નો પાવર કાયદા પર ભારે પડે છે.