રાજકોટમાં આધુનિક ધ સ્પાઈન એક્સ ક્લિનિકનો ભવ્ય પ્રારંભ
» રાષ્ટ્રીય શાળા પાસે જાણીતા સ્પાઈન સર્જન ડો. મેહુલ ચૌહાણ દ્વારા ક્લિનિક શરૂ કરાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવા સ્પાઇન કેર સેન્ટર ‘ધ સ્પાઇન એક્સ ક્લિનિક’ (The Spine X Clinic) નું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ક્લિનિકનો શુભારંભ આગામી ૩૧ મે ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦0 વાગ્યાથી વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળા ખાતે કરવામાં આવશે. આ નૂતન પ્રકલ્પનો હેતુ કરોડરજ્જુની બીમારીઓથી પીડાતા દર્દીઓને અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તરફ દોરી જવાનો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ક્લિનિક પરિવાર દ્વારા ફૂલો કે ભેટસોગાદો ન લાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. અહીં ૧૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાત સ્પાઇન સર્જન ડો. મેહુલ ચૌહાણ સેવાઓ આપશે. તેમણે M.S. Ortho કર્યા બાદ USA, UK અને જર્મનીમાંથી F.I.S.S. ની ઉચ્ચ તાલીમ મેળવી છે. તેઓ એડવાન્સ અને મિનિમલી ઇન્વેસિવ (નાના ચીરાવાળી) સ્પાઇન સર્જરીના નિષ્ણાત છે. શાંતિલાલ અને ગુલાબગૌરી ચૌહાણના આશીર્વાદથી ડો. નિશિતા, આન્યા અને દ્રિશાની ઉપસ્થિતિમાં આ સેવાનો પ્રારંભ થશે.
‘પેશન્ટ ફર્સ્ટ’ ના અભિગમ સાથે કાર્યરત આ ક્લિનિકમાં મિનિમલી ઇન્વેસિવ પદ્ધતિથી સારવાર અપાશે, જેથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે. અહીં સ્પાઇનલ ઇન્ફેક્શન (ટીબી), ટ્રોમેટિક સ્પાઇન, ઓસ્ટીઓપોરોસીસ, કરોડરજ્જુની ગાંઠો અને બાળકોની જટિલ C1-C2 સર્જરીઓ જેવી ઉચ્ચસ્તરીય સેવાઓ મળશે. આ ઉપરાંત સ્પાઇન ડિફોર્મિટીઝ, ડિસ્ક હર્નિયેશન અને એન્ડોસ્કોપિક પ્રોસિજર્સ જેવી જટિલ સમસ્યાઓનું પણ સચોટ નિદાન અને સારવાર કરાશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ક્લિનિક રાજકોટ અને આસપાસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.