Loading Please Wait !!!
‘અકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવનારનો ખેલ ‘ખતમ’: કોર્ટની ‘રોક’!

રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ; વચગાળાનો એક તર્ફી મનાઈ હુકમ
 
47 વર્ષથી પ્રસિદ્ધ થતાં લોકપ્રિય અકિલા દૈનિકના અજીતભાઈ ગણાત્રાએ અકિલાના નામ, લોગો કે સમાન ટ્રેડમાર્કનો કોઈપણ પ્રકારે ઉપયોગ રોકવા માંગણી : પ્રતિવાદી સામે કાનૂની કાર્યવાહી

સિટી ન્યૂઝ@રાજકોટ
 
૧૯૭૯થી પ્રસિદ્ધ થતા અને લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું સ્થાન ધરાવતા તથા લાખો જાહેરખબરો આપનારા વેપાર, વ્યવસાય કર્તાના પરમ શ્રદ્ધેય સાંધૈદૈનિક અકિલાના નામ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ડિજિટલ ન્યૂઝ ચેનલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અકિલાના પ્રોપરાઈટર-માલિક અજીતભાઈ ગણાત્રાએ રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. દાવામાં અકિલાના નામ, લોગો, ડિઝાઈનને તેના સમાન કોઈપણ ટ્રેડમાર્કને ન્યૂઝ ચેનલ, ડિજિટલ પ્લેટફોર્મ કે અન્ય માધ્યમમાં ઉપયોગ અટકાવવા કારમી મનાઈહુકમ માગવામાં આવ્યો છે. પ્રેસનોટ મુજબ પ્રતિવાદી અમિતાભાઈ બિપીનભાઈ ઠક્કર સામે અગાઈ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને આ મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ છે. દાવાની પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટ દ્વારા પ્રતિવાદીને નોટિસ આપવામાં આવી છે અને એકતરફી વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. રાજકોટથી પ્રસિદ્ધ થતા સુપ્રસિદ્ધ સાંઇદૈનિક અકિલા જેવા મળતા ટ્રેડમાર્કનો ઉપયોગ કરનાર રાજકોટના ઇસમ અમિતભાઈ બિપીનભાઈ ઠક્કર વિરુદ્ધ રાજકોટની એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે અકિલા જેવા ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા સામે રોક લગાવતો વચગાળાનો આદેશ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે રાજકોટથી પ્રસિદ્ધ થતા સાંઇદૈનિક અકિલા ડેઈલી” ના પ્રોપરાઈટર/માલિક શ્રી અજીતભાઈ ગણાત્રાએ રાજકોટની ડિસ્ટ્રીક્ટ કોમર્શિયલ કોર્ટમાં કોમર્શિયલ ટ્રેડમાર્ક સુટ દાખલ કરી મુખ્યત્વે એવી રજૂઆત કરેલ છે કે, તેઓ સને ૧૯૭૯ની સાલથી અકિલા ના નામથી સાંઇદૈનિક પ્રસિદ્ધ કરે છે અને તેજ નામથી, તેજ ડિઝાઈનથી તથા તેજ લોગોથીસતત આજદિન સુધી કોઈપણ પ્રકારના વિશેષ વગર સૌ જાણે જુવે તે રીતે અબંગ રીતે સાંઇ દૈનિક પ્રસિદ્ધ કરે છે. અકિલા સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશ વિદેશમાં લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું, મોભાદાર વિશેષ સ્થાન ધરાવે છે અને ખૂબ જ મોટી પ્રતિષ્ઠા, નામ, શાખ, કીર્તિ, જનમાનસમાં પ્રચંડ વિશ્વાસ, વિશિષ્ટતા, તથા આગવી લાક્ષણીકતા ધરાવનાર લાખો વાંચકો ધરાવતું અવ્વલ દરજ્જાનું સાંઇદૈનિક અને સાથોસાથ

જનમાનસમાં અકિલા દૈનિક, અકિલા ડેઈલી, અકિલા પ્રેસ, અકિલા ન્યૂઝ, અકિલા ઇન્ડિયા” વિગેરે નામોથી વિષીષ્ટ આગવી આબરૂ, ગુડવીલ, નામના, શાખ ધરાવે છે તદઉપરાંત આધારિત સાક્ષી કરોડો લોકોએ પ્રચંડ વિશ્વાસ રાખી વિપુલ પ્રમાણમાં પોતાની વ્યાપારિક સહેતની વ્યવસાયિક તેમજવિધ પ્રકારની જાહે ૨ ખબરો પણ પ્રસિદ્ધ કરાવેલ છે અને કરાવે છે.તેજ બતાવે છે કે “અકિલામાં ગ્રાહકોમાં પ્રચંડ વિશ્વાસ છે, રઅકિલા” સમાજમાં

અતિ ઉચ્ચ, મૂલ્યવાન, પ્રતિષ્ઠિત, આબરૂદાર અને સત્ય ન્યૂઝ પ્રસિદ્ધ કરનાર અખબાર છે. ઉપરાંતમાં અકિલાના ડિજીટલ ન્યૂઝ, કેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, ટ્વીટર સહિતના અલગ અલગ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર લાખો ફોલોઅર્સ ધરાવે છે. તદઉપરાંત અકિલા “ની ટેગ લાઈન’સવારે ચા અને સાંજે અકિલા” પણ કરોડો લોકોના મુખે વસે છે.

તાજેતરમાં રાજકોટના ઇસમ અર્મીત બિપીનભાઈ ઠક્કર કે જે ‘ભારત હેડલાઈન’ના નામથી ન્યૂઝ ચેનલ ઓપરેટ કરતા હોવાનું જાણવા મળેલ છે અને તેઓ સામે થોડા સમય પહેલા દીસ્ટ્રીક્ટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન, રાજકોટમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૩૦૮(૪),૩૫૬ તથા ૫૬ તન્મે, જે કોઈ વ્યક્તિ બળજબરીથી કદાયી લેવા માટે બીજી કોઈ વ્યક્તિને ભયમાં મુકે અને જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની આબરૂને

હાની પહોંચાડવાના ઇરાદાથી ચેષ્ટા કરે તે મતલબના ગુન્હાની ફરિયાદ નોંધાવેલી છે તેમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી છે અને કોર્ટમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ મુકાયેલ છે. “અકિલા”ના સમાન લોગો, ટ્રેડમાર્ક, ડિઝાઈન, નામ,નિશાન ધરાવતી તેમજ જાહેર ગેરસમાર્ગ ફેલાવનારી “અકિલા ન્યૂઝ”ના નામથી ડિજીટલ ન્યૂઝ ચેનલ,ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જાહેર જનતા ગેરમાર્ગ દોરાય તે રીતે,

ભ્રામક,હેતરામણી, સમાન ચિન્હવાળી, અકિલાનો બહોળો વાંચકવર્ગ અને ચાહકો ગેરમાર્ગ દોરાય તે રીતની હેતુપૂર્વક ‘અકિલા ન્યૂઝ’થી ચાલુ કરેલ છે જે અમીતભાઈ બિપીનભાઈ ઠક્કરનું કૃત્ય મુગત કાયદા અધિકારોનો ઉલ્લંઘન કરનારું કૃત્ય ઉપરનો અકિલાનો કાયદેસરના હક્ક અને અધિકારોનો ઉલ્લંઘન કરનારું કૃત્ય છે.તેમજઅકિલાની સમગ્ર સમાજમાં છેલ્લા ૪૭ વર્ષથી સ્થાપીત થયેલ પ્રતિષ્ઠાને લાંછન લાગે તથા અકિલાના વાંચકો અને ગ્રાહકોને ગેરમાર્ગ દોરનારુ કૃત્ય તાજેતરમાં ઓગષ્ટ માસથી ચાલુ કરેલ છે.

વિશેષમાં પ્રવર્તમાન ટ્રેડમાર્ક અધિનિયમમાં “પાસીંગ ઓફ્ફની જોગવાઈ, ગુડવીલનું રક્ષણ કરવા અને ગ્રાહકના વિશ્વાસનું રક્ષણ કરવાના ઉદેશથી લાવવામાં આવે છે. ટ્રેડમાર્ક એક્ટમાં પાસીંગ ઓફ્ફનો સંબંધ ઈન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી, વિવિધ વાણિજયક સેવાઓ,

વ્યવસાય અને બિનવ્યવસાયીક પ્રવૃત્તિઓ માટે વિસ્તૃત કરેલો છે અને તેનો હેતુ છેતરપિંડી અને અન્યાયી, વ્યવસાયિક, વાણિજય સેવાઓ આપવાના કિસ્સાઓમાં ટ્રેડમાર્ક માલિકો માટે উপলব্ধ ઉપાયો આપનાર છે અને ટ્રેડમાર્ક અથવા ટ્રેડનામનો ગેરકાયદેસર ઉપયોગ ક્યારે થાય છે જ્યારે જનતાને એવું માનવામાં આવે છે, કે એકপক্ষ દ્વારા પાડવામાં આવતા ઉત્પાદનો અને સેવાઓ ખોટી, હલકી ગુણવત્તાવાળી, બ્રાહક અને અનધિકૃત રીતે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તેવા કિસ્સામાં પીડીતપક્ષને તેના હક્ક, અધિકારનું રક્ષણ કરવા માટે તેના લોગો, નામ, માર્કની અખંડતા જાળવવા અને બજારમાં ચાહકોનો વિશ્વાસ જાળ વા માટે એક મહત્વપૂર્ણ સાધન છે. ‘અકિલા’ના તંત્રી-માલિક શ્રી અજીતભાઈ ગણાત્રાએ વિવિધ કાનૂની મુદ્દાઓ ઉઠાવી અત્રેની કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.

દાવો રજૂ થવા બાદ દાવાની પ્રાથમિક સુનાવણી થવા બાદ રાજકોટના મહે ૨બાન એડીશ્નલ દીસ્ટ્રીકટ જજ શ્રી પ્રિયંકાબેન અચવાલે દાવામાં માંગવામાં આવેલા અરજન્ટ દાવો તથા કોર્શિયલ કોર્ટ એક્ટની કલમ ૧૨(એ) અન્વયેની જોગવાઈઓ તથા સર્વોચ્ચ અદાલત તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદોમાં પ્રતિપાદિત કરેલ સિધ્ધાંતો ધ્યાને લઈ તેમજ દાવાની અરજી-સી ધ્યાને લઈ વાદી ‘અકિલા ના તંત્રીશ્રી અજીતભાઈ ગણાત્રાનીતરહેણમાં તથા પ્રતિવાદી અમીત ઠક્કર પોતે જાતે, તેના નોકર, એજન્ટ, મુખત્યાર, કર્મચારીઓ કે અન્ય કોઈ દ્વારા અકિલાટેડમાર્ક અથવા તેના સમાન કોઈપણ ટ્રેડમાર્ક, લેબલનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરવો/કરાવવો નહિ કે પ્રકારનો કામચલાઉ મનાઈ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અકિલાના તંત્રી/માલિક શ્રી અજીતભાઈ ગણાત્રા વતી ગુજરાતના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઈ દેસાઈ, શ્રી શ્યામલભાઈ સોનપાલ તથા અમદાવાદના એસ.એસેડ એસોસીએટ્સના ટ્રેડમાર્ક એક્ટના એક્ષપર્ટ ઝાહીદભાઈ રોષ તથા રુરવીબેન શાહ તથા એક્વોકેટ નિલેશભાઈ વેકરીયા, વિજયભાઈ ભલસોડ રોકાયેલ છે.