માણસા પોલીસ મથકમાં નોકરી કરતા હતાં પોલીસકર્મીનો આપઘાત
સીટી ન્યૂઝ@અમદાવાદ
ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરી એકવાર ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશરે ૨૮ વર્ષીય યુવા પોલીસકર્મી પર્વ વિનોદભારતી ગોસ્વામીએ એકલતાનો લાભ લઈ ગણેશજી ભાઈએ આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ આલમ સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ માણસા પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ પારિવારિક વિવાદ કે ગૃહ કંકાસ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે આપઘાતનું સાચું કારણ પોલીસની સઘન તપાસ બાદ જ બહાર આવશે. છેલ્લા ૨ વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મી પર્વ ગોસ્વામી મૂળ મહેસાણાના વતની હતા.