યુવા આંદોલન ‘સફળ’ લોકસભામાં પેપર લીક બિલ પાસ
- સંસદમાં રાહુલ ગાંધીના ‘ઈડીયટ’ અને અંધભક્તવાળા નિવેદનથી હોબાળો
- રાજ્યસભામાં વંદે માતરમના અપમાનને ગુનો બતાવતું બિલ પાસ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
લોકસભામાં પેપર લીક સંબંધિત ‘લોક પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, ૨૦૨૬’ બુધવારે વિપક્ષના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પસાર થઈ ગયું.મંગળવારે બિલ પર ૯ કલાક ચર્ચા થઈ. જ્યારે બુધવારે વિપક્ષના હોબાળા વચ્ચે બિલ પસાર થયું. આ બિલમાં પેપર લીક સંબંધિત કાયદા કડક કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે મહત્તમ ૧૦ વર્ષ સુધીની જેલ અને ૧૦ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ ઉમેરવામાં આવી છે. તો રાજ્યસભામાં વંદે માતરમના અપમાનને દંડનીય અપરાધ બનાવતું બિલ પાસ થઈ ગયું છે
આ પહેલાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ પર સંસદમાં ૫૦ મિનિટ ભાષણ આપ્યું. તેમણે ઈડીયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલ્યા. પછી કહ્યું કે ગૃહમંત્રીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કરવાનો આદેશ આપ્યો. આ મામલે સત્તાપક્ષે ભારે હોબાળો કર્યો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ૫ વખત ઊભા થઈને રાહુલને અટકાવવા અને સંસદીય નિયમોનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાએ માફી માંગવી જોઈએ. આના પર યુહલે કહ્યું, ‘જો તમે ઇચ્છી છો કે દેશમાં ફક્ત ભાજપ બોલે તો હું ચૂપચાપ બેસી જાઉં છું.’સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલને ૧૦થી વધુ વખત અટકાવ્યા. કહ્યું કે
તેઓ આવા અસંસદીય શબ્દો બોલી શકતા નથી. સ્પીકરે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અપીલ પર આ શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દીધા.રાહુલે કહ્યું, દેશનું ભવિષ્ય રસ્તાઓ પર ઉતર્યું. પ્રદર્શનમાં ગુસ્સો, નફરત નહોતી. તેઓ ફક્ત પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા. જો ભાજપના મારા મિત્રો તેમના બાળકોને પૂછે કે તેમના ભાઈ-બહેન જે કરી રહ્યા છે, તેના વિશે તેઓ શું વિચારે છે, તો તેમને તેમના બાળકોનો પણ સમર્થન જ કરશે. બાદમાં લોકસભાની કાર્યવાહી ૨:૩૦ વાગ્યા સુધી સ્થગીત કરી દેવામાં આવી હતી.લોકસભાની કાર્યવાહી બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થઈ, પરંતુ રાહુલ ગાંધીના નિવેદનને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેના હોબાળાને કારણે બપોરે ૩ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે તમે કમ્યુનિકેશનના ફાયરિંગના ઓર્ડરની કોપી બતાવો. સંસદમાં મૂકો. ઓર્ડરની કોપી બતાવો કે ક્યા ઓર્ડર નંબર હેઠળ ગૃહમંત્રીએ ક્યા અધિકારીને ફાયરિંગના ઓર્ડર આપ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને બેસાડો. સ્પીકરે કહ્યું- ના. ત્યારબાદ સ્પીકરે કહ્યું કે જો તમે બોલવા નથી માંગતા, તો તું પછીના વક્તાને બોલાવું. તમે તથ્યો પર બોલો. તમે વિપક્ષ પક્ષના નેતા છે, જે બોલાય છે તે વર્ષો સુધી કાર્યવાહીમાં ભાગ રહે છે. તમે જે કંઈ પણ બોલો, મર્યાદામાં રહીને બોલો.
- રાહુલ ગાંધીએ કહ્યું
- ગૃહમંત્રી પર વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આરોપ
- ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ફક્ત દેખાડો
રાહુલે કહ્યું કે, ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાની મંજૂરી આપી. પેલેટ ગન ચલાવવાનો આદેશ આપ્યો. વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો.રિજિજુ- તમે વિચાર્યા વગર બોલી રહ્યા છો. આવું ન બોલો. તમારે ગંભીરતાથી
બોલવું જોઈએ. આ બરાબર નથી. તમે કયા આધારે આ નિવેદન આપ્યું? તમને કોણે કહ્યું? તમે માફી માંગો. ગોળી ચલવી, એ નાની વાત નથી. એવું કેવી રીતે થઈ શકો કે કોઇએ ગોળી ચલવી? આ ગંભીર આરોપ છે.વિરોધ પક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા- રાહુલ ગાંધીને બોલવા દો, રાહુલ ગાંધીને બોલવા દો.અખિલેશ યાદવ- જો વિરોધ પક્ષના નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે તો સરકારની જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓ પર આવું વર્તન કોણે કર્યું તેની તપાસ કરે.