રાજકોટ : બાલાજી વેફર્સનું ગિપ્પીનું પેકેટ લેબમાં ફેલ!
પૅકિંગમાં મળતી કચોરી, પાસ્તા, પોપકોર્નમાં લેબ ટેસ્ટમાં જોખમી ડાઈ મળતા સ્ટોકિસ્ટ પર દરોડા
પાંચ રૂપિયાના પડિકામાં કેન્સરકારક રંગ વાપરતા : રિપોર્ટમાં પર્દાફાશ !
સિટી ન્યૂઝ | રાજકોટ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સ્નેક્સના નામે વેચાઈ રહેલા ૧,૫૦૦ કિલોગ્રામ જથ્થાને તાત્કાલિક અસરથી સીઝ કરી અમાન સેલ્સ એજન્સીના એકમને સીલ કરવામાં આવ્યું છે. આ એકમમાં નાની વયના બાળકો દ્વારા નાસ્તા તરીકે ખાવા માટે લેવામાં આવતા બચ્ચો કા પાસ્તા નામના સ્નેક્સના સેમ્પલમાંથી ઓઈલ સોલ્યુબલ ડાઈ મળી આવી હતી, જે ખાદ્યપદાર્થો માટે પ્રતિબંધિત છે. આ ડાયવાળા સ્નેક્સ ખાવાથી લાંબાગાળે કેન્સર જેવો જીવલેણ રોગ થઈ શકે છે. આ એકમમાંથી લેવામાં આવેલા કુલ સાત સેમ્પલ પૈકી છ સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ હજુ આવવાના બાકી છે.
નોંધપાત્ર બાબત એ છે કે, તપાસ દરમિયાન આ ઉત્પાદનોનું ઉત્પાદન ધારીવાલા ફૂડ્સ, સુજનપુર હાઈવે, સિદ્ધપુર, પાટણ ખાતે થતું હોવાનું બહાર આવવા પામ્યું છે. ભેળસેળ કરનારાઓની માનવતા મરી પરવારી હોય તેમ નાની વયના બાળકોની ખાદ્યચીજોમાં પણ અખાદ્ય ઓઈલ સોલ્યુબલ ડાયનો ઉપયોગ કરવા લાગ્યા છે.
શુક્રવાર ૧૭ જુલાઈએ આ એકમમાંથી સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ હોવાની સંભાવના જણાતા એવા ૭૫ હજાર સ્નેક્સના પેકેટ સીઝ કરવામાં આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂ. ૩.૭૫ લાખ જેટલી થવા જાય છે.
બાળકોને ખંજવાળ, અસ્થમા ખંજવાળ થઈ શકે : તબીબો બચ્ચોકા પાસ્તા, સ્નેક્સ પેકેટમાં પ્રતિબંધિત ઓઈલ સોલ્યુબલ ડાઈ મળી આવી, બાળકોને એલર્જી, ખંજવાળ, અસ્થમાના દર્દીને દમનો હુમલો આવી શકે સતત ખાવાથી બાળકો અનેક બિમારીનો શિકાર બની શકે છે તેમ તબીબોએ જણાવ્યું હતું.
અમદાવાદિઓની બદલાયેલી લાઈફસ્ટાઈલ અને વ્યસ્ત બનતી જિંદગીની વચ્ચે ઘરે બનતી ખાદ્યચીજો ખાવાના બદલે મોટાભાગનો વર્ગ તૈયાર મળતા પડીકાં તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. પરંતુ વિવિધ પ્રકારની ખાદ્યચીજોના બજારમાં મળતા પાંચ-પાંચ રૂપિયાના પડીકામાં કયું કન્ટેન્ટ કેટલા પ્રમાણમાં વપરાયું છે તેની ગુણવત્તા કયા પ્રકારની છે તે જોવા કે ચકાસવાનો આજે કોઈની પાસે સમય ન હોય તેવા ક્ષેત્રોના મોટાભાગના વિસ્તારો અને પરિવારોમાં જોવા મળી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતી તપાસ દરમિયાન બાપુનગર વિસ્તારમાંથી બચ્ચો કા પાસ્તા નામના સ્નેક્સ પેકેટનો એક નમૂનો લેવામાં આવ્યો હતો. કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આ નમૂનાની તપાસ કરવામાં આવતા પાસ્તા બનાવવા માટે ઓઈલ સોલ્યુબલ ડાયનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.
(તસવીરમાં દર્શાવેલ માહિતી - ગિપ્પી ટોર્નેડો)
-
પ્રોડક્ટમાં શું છે: તીખા પોપકોર્ન
-
કંપની/ફૂડ બ્રાન્ડ: બાલાજી વેફર્સ
-
કિંમત: ₹ 5/- વજન: 20 ગ્રામ
બાલાજીની પ્રોડક્ટ પણ સોલ્ટ અને ફેટનું પ્રમાણ વધુ કુલ ૮ ફૂડ પ્રોડક્ટના લેબ રિપોર્ટમાં ચોંકાવનારા પરિણામે બ્રાન્ડેડ કંપની બાલાજીના પણ આવ્યા. ગિપ્પી પડીકામાં નોર્મ્સ મુજબ ૧.૪ ગ્રામ ફેટ હોવું જોઈએ પરંતુ ટેસ્ટમાં ફેટનું પ્રમાણ ૫.૪૯ ગ્રામ હોવાનું માલૂમ પડ્યું. તે જ રીતે આ પડીકામાં ૦.૧ ગ્રામ સોલ્ટ હોવું જોઈએ પરંતુ પડીકામાં તે હકિકતમાં પાંચ ગણા એટલે કે ૦.૪૭૮ નીકળ્યું, જ્યારે આ પડીકામાં સુગરનું પ્રમાણ બેન્ચમાર્ક મુજબ જ હતું.