Loading Please Wait !!!
રાજકોટ એરપોર્ટ રોડ દબાણનું તાંડવ: ગેરકાયદે પાર્કિંગ અને લારીઓથી રોડ ‘પેક’ !

  • રસ્તા પર કબજો: રાજકોટમાં તંત્ર કેમ મૌન છે ?
  • વાહનચાલકો પરેશાન, મહાપાલિકા-પોલીસે આ રોડનું કલ્યાણ કરવું જરૂરીઃ એક વાર રૂબરૂ મુલાકાત લો તો વાસ્તવિકતાની ખબર પડે !

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરનો મહત્વપૂર્ણ અને વ્યસ્ત ગણાતો એરપોર્ટ રોડ હાલમાં ટ્રાફિક સમસ્યાનું એપિસેન્ટર બની ગયો છે. તાજેતરમાં સામે આવેલા કેટલાક દ્રશ્યો અને સ્થાનિકોની ફરિયાદ પરથી સ્પષ્ટ થાય છે કે આ માર્ગ પરથી પસાર થવું હવે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. રસ્તા પર થયેલા ભારે દબાણને કારણે વાહનવ્યવહાર ખોરવાયેલો રહે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તા પર નજર કરતા સ્પષ્ટ જોવા મળે છે કે માર્ગની બંને બાજુએ ઓટો-રિક્ષાઓ (છકડો અને સીજેનજી રિક્ષા), સામાનની હેરાફેરી કરતા નાના લોડિંગ ટેમ્પો અને ફળ-શાકભાજી વેચતા લારીવાળાઓએ અડ્ડીઓ જમાવી દીધી છે. આ ગેરકાયદેસર

દબાણોને કારણે માર્ગનો ઘણો મોટો હિસ્સો રોકાઈ ગયો છે અને રસ્તાની પહોળાઈમાં ધરખમ ઘટાડો થયો છે. વાહનોની સરળ અવરજવર માટે બનાવાયેલા આ મુખ્ય રસ્તો દબાણોના કારણે જાણે એક સાંકડી ગલીમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.આ સાંકડા થઈધેલા માર્ગ પર ટ્રાફિકનું ભારણ સતત રહે છે. જ્યારે આ માર્ગ પરથી ‘પોદાર ઇન્ટરનેશનલ’ જેવી સ્કૂલ બસ કે અન્ય મોટા કોમર્શિયલ

વાહનો પસાર થાય છે, ત્યારે સ્થિતિ વધુ વણસી જાય છે. વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને કલાકો સુધી ટ્રાફિક

જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. રોજિંદા કામકાજ માટે નીકળતા સામાન્ય નાગરિકોનો કિંમતી સમય આ ટ્રાફિકમાં વેડફાઈ રહ્યો છે.

આ પરિસ્થિતિ જોતાં મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક પોલીસ આ ખુલ્લેઆમ થતા દબાણોથી અજાણ છે ? રાજકોટના નાગરિકોની માંગ છે કે તંત્ર હવે નિંદ્રામાંથી जागे અને પહેલી તકે એરપોર્ટ રોડ પરથી આ ગેરકાયદે દબાણો દૂર કરી કડક કાર્યવાહી કરે, જેથી લોકોને ટ્રાફિકની આ રોજિંદી સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે.