કનકેશ્વરી માતાજીની ઉપસ્થિતિ!માં મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
-
મોરબીના બેલા ગામ નજીક આવેલા પવિત્ર હરિહર ધામ ખાતે આયોજન થયું હતું
-
પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના સાંનિધ્યમાં વિધિ સંપન્ન થઈ
-
ગુરુની કૃપાથી શ્રદ્ધાળુઓના ભીતરના અજવાળા થાય છે તેવો આધ્યાત્મિક સંદેશ અપાયો
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી, મોરબીના બેલા ગામ નજીક આવેલા પ્રખ્યાત ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુરુપૂર્ણિમાનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો છે. પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો અને ગુરુ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપીને ગુરુ પૂજન, સેવા અને દર્શનનો લાભ લીધો હતો. આ અવસરે કનકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે ગુરુ ભક્તો માટે આ દિવસ એક હજાર દિવાળી સમાન છે કારણ કે ગુરુની કૃપાથી વ્યક્તિના ભીતરનું અજવાળું પ્રગટે છે.
આ પ્રસંગે મંત્રી કૈલાશ વિજયવર્ગીયે પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે તેઓ છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષથી આ પવિત્ર સ્થળે દર્શનાર્થે આવે છે અને પહેલાના જંગલ વિસ્તાર સમાન આ જગ્યા આજે 'જંગલમાં મંગલ' જેવી વિકસિત થઈ છે. તેમણે સંત કબીરની પંક્તિ ટાંકીને ગુરુના મહાત્મ્ય વિશે વાત કરી હતી કે ગુરુ જ સાચો માર્ગ બતાવીને ઈશ્વર સુધી પહોંચાડે છે. આ સમગ્ર આયોજનથી ભક્તિમય માહોલ સર્જાયો હતો.
આધ્યાત્મિક આસ્થા
સંતોના સન્નિધ્યમાં ઉજવાતા આવા ઉત્સવો સમાજમાં પરંપરા, સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાને જીવંત રાખવામાં મોટું યોગદાન આપે છે.