Loading Please Wait !!!
ફૂટપાથ દબાણ, ટ્રાફિકજામ પર હાઈકોર્ટ ભડક્યું સરકારને 15 દિવસમાં પોલીસી બનાવવા હુકમ

અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરામાં મોટાભાગની ફૂટપાથ ઉપર દબાણ

 

  • પાર્કિંગ, આડેધડ, ડીજેના ઘોંઘાટમાં પોલીસે શું કાર્યવાહી કરી : હાઈકોર્ટ

સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદમાં રસ્તે રઝળતા ढोर, ગેરકાયદે દબાણો, ટ્રાફિક જામ અને રાત્રે વાગતા ડીજેના અવાજથી ત્રસ્ત લોકો માટે હાઈકોર્ટે રાહતરૂપ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન પર સુનાવણી દરમિયાન જસ્ટીસ એ. વાય. કાગ્રે અને જસ્ટીસ નિશા ઠાકોરની બેન્જે રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશનને ટ્રાફિક અને પાર્કિંગની નવી પોલીસી બનાવવા સરકારને ૩ અઠવાડિયાનો સમય આપ્યો

છે, જ્યારે અવાજના પ્રદૂષણ પર ૧૮ ઓગસ્ટ સુધીમાં વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છે કે

રાહદારી નાગરિકો માટે ફૂટપાથ સુરક્ષિત હોવા જોઈએ. જોકે, અમદાવાદમાં સ્થિતિ સાવ ઊંધી છે. મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ પર ખાણીપીણીની લારીઓ,

દુકાનદારોએ કબજો છે. પરિણામે, લોકોને જીવના જોખમે રોડ ચાલવાની ફરજ પડી રહી છે.

સરકાર તરફથી દલીલ કરાઈ હતી કે થલતેજથી હાઈકોર્ટ રોડ પર વચ્ચેના કટ બંધ કરાતા ટ્રાફિક હળવો થયો છે. સરકારી વકીલે દાવો કર્યો છે કે અંતર કાપતા પહેલાં ૨૦ મિનિટ લાગતી હતી, તે હવે ૫ મિનિટમાં કપાય છે.

શહેરમાં મોડી રાત સુધી વાગતા હાઈ-ડેસિબલ ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સામે પણ કોર્ટ કડક નારાજગી દર્શાવી છે. હાઈકોર્ટના જૂના આદેશો છતાં, બિનઅધિકૃત રીતે લાઈડસ્પીકરો ચાલુ રહે છે અને ગ્રાઉન્ડ લેવલ પર પોલીસ કે સરકારી અધિકારીઓ કોઈ ચેકિંગ કે કાર્યવાહી કરતા નથી.