અમદાવાદની હોટલો-રેસ્ટોરાંના કિચનમાં CCTV લગાડવા પડશે
મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ટેસ્ટિંગ કિટ ફરજિયાત કરાઈ
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદમાં શહેરના નાગરિકોના આરોગ્યને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ગઈ કાલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલી ૧૧૦૦ હોટેલો અને રેસ્ટોરાંના કિચનમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કેમેરા લગાડવા પડશે નાસ્તો કરવા કે જમા માટે બેઠેલા ગ્રાહકો રસોડું જોઈ શકે તે રીતે ટીવી પણ લગાવડા પડશે. એટલું જ નહીં, શહેરમાં આવેલી મીઠાઈ તેમ જ ફરસાણની દુકાનોમાં ટેસ્ટિંગ કિટ ફરજિયાત કરાઈ છે.
અંદાજે ૧૧૦૦ જેટલી હોટેલો-રેસ્ટોરાંના કિચનની કામગીરી રપટપટહો દેખાય એ રીતે CCTV કેમેરા લગાવવા માટે સંચાલકોને સૂચના આપી છે. શક્ય હોય તો કિચન ઓપન રહે, ગ્લાસમાં રહે અને કેવી રીતે બને કઈ કન્ડિશનમાં રસોઈ બને છે એ કસ્ટમર જોઈ શકે. લોકો જ્યાં જમતા હોય ત્યાં ટીવી રાખવાના રહેશે જેથી રસોઈ કેવી રીતે બને છે એ જોઈ શકાય. આ વ્યવસ્થા હેતુ હોટેલમાં આવતા નાગરિકોને તેમને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થો કઈ પરિસ્થિતિમાં અને કયા સ્થળે તૈયાર કરવામાં આવે છે એની પારદર્શક માહિતી ઉપલબ્ધ કરાવવાની છે. હોટેલ-રેસ્ટોરાંના રસોડાની કામગીરી સ્પષ્ટપણે દેખાય એ રીતે CCTV કેમેરા લગાવવામાં આવે તથા એનો યોગ્ય અમલ થાય એ માટે હોટેલો અને રેસ્ટોરાંના સંચાલકોને પત્ર લખવામાં આવ્યો છે.
દુકાન પર ટેસ્ટિંગ કિટ રાખવાની રહેશે જેમાંથી માવામાં મિક્સિંગ છે કે ચાંદી વરણ કાગઝતરી પર નકલી છે કે અસલી એનુંટેસ્ટિંગ ત્યાં જ થઈ શકે અને કસ્ટમર પોતે જ કરી શકે કે આ નકલી છે કે કેમ. કિટ દુકાનવાળાએ વસાવવી પડશે. કસ્ટમરને ઈચ્છા થાય તો જાતે ચેક કરી શકશે. આ માટે શહેરી તમામ મીઠાઈ તથા ફરસાણની દુકાનોના સંચાલકોને મીઠાઈ અને અન્ય ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી માટે ટેસ્ટિંગ કિટ રાખવા સૂચના આપવામાં આવી છે.