ગુજરાતમાં ડુપ્લિકેટ દવા વેંચાઈ
- અમદાવાદ મેડિકલ સ્ટોર્સમાંથી દવાની 1200 સ્ટ્રીપ ઝડપાઈ
- દર્દીઓ બ્લડ પ્રેશરની 15 હજાર નકલી
- લખનઉંથી 2700 સ્ટ્રીપ ગુજરાતમાં સપ્લાઈ થઈ હતી
સિટી ન્યૂઝ@અમદાવાદ
બ્લડ પ્રેશરના દર્દીઓ સાવધાન થઈ જજો. કારણ કે, તમે જે દવા લઈ રહ્યા છો તે નકલી નથી ને. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવાઓ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શહેરભરમાંથી ૧૨૦૦ જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચ્યે પાર્થ મેડિકલ સ્ટોરના દર્શીલ સંઘવી સહિત ૩ની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ્યની ૧૦ દિવસની માંગ સામે અમદાવાદ મેટ્રો કોર્ટે ત્રણે આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૪ મહિનામાં ૧૫૦૦ સ્ટ્રીપ શહેરના દર્દીઓને વેચવામાં આવી છે. આરોપીઓ એક સ્ટ્રીપ ૧૧૨.૬૦ રૂપિયામાં વેચતા હતા. એક સ્ટ્રીપમાં ૧૦ ગોળી હોવાથી કુલ ૧૫ હજાર નકલી ગોળીઓનું લોકોએ સેવન કર્યું.પાર્થ મેડિકલ સ્ટોર દ્વારા ૧૧ જગ્યાએ જથ્થો સપ્લાય કરાયો જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિ. ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG૨૫૦૦૭ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના રોટલાઈટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની ફરિયાદ કરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં અલગ અલગ જગ્યાએ દવા વેચાઈ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં પાર્થ મેડિકલ સ્ટોર દ્વારા ૧૧ જેટલા મેડિકલ સ્ટોરમાં જથ્થો સપ્લાય કરાયો હતો. પોલીસે ૧૨૦૦ જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરતા ઉત્તર પ્રદેશના લખનઉંથી દેવેન્દ્ર યાદવ અને ઉંમગ રસ્તોગી ગુજરાતમાં નકલી દવાઓ વચ્ચે સપ્લાય કરતા હતા.