Loading Please Wait !!!
હકાબા ગઢવી બચી ગયા !

કારનો દરવાજો ન ખુલ્તા કલાકારને બારીમાંથી બહાર કાઢ્યા; છાતીસમા પાણીમાંથી માંડ-માંડ જીવ બચ્યો

સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર

હાસ્ય કલાકાર હકાબા ગઢવીની ગાડી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના બૈસાસબગઢ પાસે નદીમાં ખાબકી ગઈ હતી, આ સમયે ગાડીમાં પાણી ભરાઈ જવાના કારણે દરવાજો ખોલી શકાતો ન હતો. જો કે દરવાજાનો કાચ ખૂલ્યો હતો. આ સમયે ગાડી નદીમાં ખાબક્યાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. મહામેહનતે હકાબા ગઢવીને ગાડીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.ગત મોડી રાત્રે એક વાગ્યા આસપાસ હાસ્ય કલાકાર હકાબા ગઢવી પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા. બૈસાસબગઢ ખાતે દર્શન કરવા ગયા હતા જે બાદ પરત ફરી રહ્યા હતા. તે સમયે મોડી રાત્રે રસ્તા વચ્ચે સાપ આવી ગયો હોવાથી તેને બચાવવા હકાબા ગઢવીએ ગાડીનું સ્ટેચીંગ

ફેરવી દીધું હતું. તે બાદ સ્ટેચેરિંગ કાબૂમાં ન રહેતા ગાડી સીધી નદીમાં ખાબકી ગઈ હતી. ગાડી હકાબા ચલાવતા હતા અને તેમની સાથે તેમના મિત્ર ગાડીમાં ફસા.ફોર્ચ્યુનર ગાડી સીધી નદીમાં ખાબકી જતા પાણી પણ અંદર ઘૂસી ગયા હતા. જેથી ગાડી નદીમાં ખાબકી જવાનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા, તેમજ

સ્થાનિકો પાણીમાં ઉતારીને દરવાજો ખોલીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડીમાં પાણી ભરાઈ ગયું હતું અને અદઘી ગાડી પણ પાણીમાં ઘૂસી ગઈ હોવાથી દરવાજો ખુલી શકાતો નહતો, જેથી આખરે દરવાજાનો કાચ ખુલ્લો હોવાથી મહામેહનતે સ્થાનિકોએ હકાબા ગઢવીને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો, આમ કહેવાય છે ને કે,

કુદરત એક તક તો આપે જ છે, બસ તેને પરખવાની નજર જોઈએ બસ, તે જ સમયે હકાબા ગઢવીને પહેલો મોકો ચારણ સમાજ દ્વારા યોજાયેલ બાવળા તાલુકાના ખોબા જેવડા રાણેકસર ગામમાં મળ્યો હતો. બસ તે જ સમયે લોકચાયરો થાઉં થયો અને હકાબા ગઢવીએ પ્રથમ વખત સ્ટેજ પર પગ મૂક્યો, અને હાસ્ય દરબારીથી લોકોને પેટ પકડીને હસાવવાની

સાથે ભજનિકમાં સફળતા મેળવી અને આ કાર્યક્રમમાંથી એક કલાકાર તરીકે જીવનની પહેલી કમાણી સ્વરૂપે ૫૦૦ રૂપિયા મળ્યા હતા. જ્યારે બીજો લોકચાયરો હકાબાએ ખેડા જિલ્લાના જેતલપુર ગામે કર્યો. ત્યારબાદ નાના- મોટા લોક ડાયરાઓ સાહિત્યના કાર્યક્રમો કરવા હકાબા ગઢવી મોટર સાઈકલ પર બેસી ૩૦૦ કિ.મી. સુધી કાર્યક્રમો કરવા નીકળી પડતા. આજ સ્ટેજના પ્રોગ્રામમાં જ્યાં લોકોની ભીડ વચ્ચે રંગમંચને ડોલાવવા હાસ્યનાં કામણ પાથર્યા બાદ તેમની લોકચાહનામાં વધારો થતો ગયો અને જોતજોતામાં માત્ર ૭ વર્ષમાં ૧૭૦૦ નાના-મોટા લોકડાચરા સહિત સ્ટેજના કાર્યક્રમો કરી ચૂુક્યા છે. છેલ્લે જૂન, ૨૦૨૬માં મોરબીના જેતપરગામમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ડાયરો કરીને ફરી ચર્ચામાં આવ્યા હતા.