Loading Please Wait !!!
'હમારાજ'ના કારણે લઠાકાંડ થાય છે?

દારૂબંધીના નાટક વચ્ચે ગુજરાતમાં થયા 7-7 લઠાકાંડ !

2009માં અમદાવાદમાં ઝેરી દારૂકાંડમાં 140થી વધુ લોકોના મોત થયા હતા; 2022માં બોટાદમાં લઠાકાંડમાં 40 લોકોએ જીવ ગુમાવ્યો હતો


સિટી ન્યૂઝ @ગાંધીનગર

ગુજરાતમાં આ પહેલો લઠાકાંડ નથી અને કમનસીબે કદાચ છેલ્લો પણ નહીં હોય.. આ અગાઉ પણ અનેક પરિવારોમાં માતમ આ જ પ્રકારના લઠાકાંડમાં વિખાઈ ગયા છે. અનેક પરિવારો નોંધારા બન્યા છે પરંતુ સરકારને અને પોલીસને દારૂને રોકવામાં નહીં માત્ર હવામોરીમાં જ રસ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાતમાં કહેવાતી કાગળ પરની દારૂબંધી વચ્ચે વધુ એક નકલી (ઝેરી) દારૂ થી થતા લઠાકાંડની ઘટના સામે આવી છે. જેમાં ભાવનગર શહેર અને ગ્રામ્યમાં કેમિકલયુક્ત નકલી દારૂ પીવાથી ૮ યુવકોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના ઘોઘા તાલુકાના ગરકડી ગામમાં ૧૮ ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી. જેમાં રોયલ સ્ટેજ નામે નકલી દારૂનું સેવન કર્યું હતું. જે બાદ પાર્ટી કરનાર યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે પોલીસના ધ્યાને આ વાત આવી હતી પરંતુ કોંગ્રેસનો આરોપ છે પોલીસે તેમાં જોઈએ તેવી ગંભીરતા ન બતાવી. જે બાદ અન્ય લોકોના મોત થવાની ખબરો સામે આવી જેમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, ધનશ્યમસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર અને હિતેશ પરમાર સહિતના નામ સામે આવ્યા છે.
 
જ્યારે પાર્ટી આપનાર વિજયરાજસિંહ ગોહિલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિજયરાજ સિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા મિત્રોએ પાર્ટી આપી હતી, જેમાં સૌપ્રથમ નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહનું મૃત્યુ થયું હતું. જે બાદ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં ડુપ્લિકેટ રોયલ સ્ટેજની બોટલોનો ઉલ્લેખ સામે આવ્યો છે. આરોપીઓએ અસલી દેશી દારૂ જેવી દેખાતી બોટલો તૈયાર કરીને તેમાં કેમિકલયુક્ત પ્રવાહી ભર્યું હોવાની દાવો કરવામાં આવ્યો છે. શરૂઆતની માહિતી મુજબ મોટી સંખ્યામાં બોટલો તૈયાર કરવામાં આવી હતી, જેથીથી પોલીસે ૧૩૦થી વધુ બોટલો કબજે કરી હોવાની વિગતો સામે આવી છે. આ દારૂ વિવિધ બુટલેગરો મારફતે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવતો હતો..તપાસમાં ૫૧ પેટી તૈયાર કરી વિવિધ સ્થળે સપ્લાય કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. આ સમગ્ર કેસમાં સૌથી ગંભીર મુદ્દો મિથેનોલની હાજરી છે. પોલીસ અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, દારૂના નમૂનાઓ અને અસરગ્રસ્ત દર્દીઓના સેમ્પલની તપાસમાં મિથેનોલ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેટલાક અહેવાલોમાં દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં મિથેનોલનું પ્રમાણ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સમગ્ર ઘટનાની વૈજ્ઞાનિક અને કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરવા માટે FSL સહિતના અંતિમ રિપોર્ટ મહત્વપૂર્ણ રહેશે. દારૂમાં ક્યાં કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો અને તેના કારણે જ મૃત્યુ થયા છે કે કેમ, તે અંગેની અંતિમ પુષ્ટિ તપાસના રિપોર્ટ બાદ જ થઈ શકશે.
  • આંખ ક્યારે ખુલ્લો 11ના મોત પછી પોલીસ દરોડા પાડશે, ધરપકડ કરશે અને ફરી જે હતું તેમ
  • કડક અમલવારી થતી હોય તો દારૂબંધી હટાવી છૂટછાટ આપી તો લોકો નકલી પી મરે તો નહીં
  • સિસ્ટમ ખોખલી હોવાથી લોકો જીવ ગુમાવી રહ્યા છે
બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઠાંકણા અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે, ઝેરી અસર પામેલા ૧૦ દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં ૩૮.૫૬% જેટલું ઘાતક મિથેનોલ મળી આવ્યું છે. સામાન્ય આકોહોલમાં રહેતું ઈથેનોલ માત્ર ૦.૬૪% જ હતું. નકલી દારૂ બનાવવાનું આ રેકેટ વધુ પૈસા કમાવાની લાલચમાં સિન્ડિકેટ સ્થાને ચલાવવામાં આવતું હતું, વરતેજનો બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવા માટેની ડીલ થઈ હતી. બુટલેગરે અમદાવાદથી સફેદ લિક્વિડ, ખાલી બોટલ, ઠાંકણા, સ્ટીકર અને મિથેનોલ મેળવ્યા હતા. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે ઉગ્ઝૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટરને બોલાવ્યો હતો. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેમિકલ મિક્સ કરનાર કહેવાતા ડોક્ટર નરેન્દ્રસિંહનું પણ આ ઝેરી દારૂ પીવાથી મોત થયું છે.