Loading Please Wait !!!
પતિના હાથે પત્નીની હત્યા

જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પોંખાયો

  • સિટી ન્યૂઝ@જામનગર

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરણીતાની તેના જ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે ગાળા અને ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ પરસોત્તમભાઈ શાંતીલાલ સોનગરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન વર્ષાબિનના લગ્ન તા. ૧૩

ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સાથે થયા હતા. લગ્ન બાદથી જ મનિષભાઈ પત્નીને પસંદ ન હોવાનું કહી નાની-નાની બાબતોમાં ઝઘડા કરી

માનસિક ત્રાસ આપતા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૨૩ જુલાઈના રોજ બપોરે મનિષભાઈના મોટા ભાઈ રાજેશભાઈનો ફોન આવ્યો હતો કે વર્ષાબિન અને મનિષભાઈ

વચ્ચે ઉગ્ર ઝઘડો થયો છે અને વર્ષાબિનને ગંભીર ઇજાઓ પહોંચી છે. પરિવાર ત્રાતાલિક જી.જી. હોસ્પિટલ પહોંચ્યો ત્યારે વર્ષાબિનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતદેહ પર માથા અને ગળાના ભાગે દાતરસ અથવા ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા જોવા મળ્યા હતા, ફરિયાદનું કહેવું છે કે વર્ષાબિને અગાઉ પણ પત્ની દ્વારા કરવામાં આવતા ત્રાસ અને ઘરકંકાસ અંગે પરિવારને જાણ કરી હતી. બંને પરિવારો વચ્ચે સમાધાનનો પ્રયાસ થયા બાદ વર્ષાબિને ફરી સાસરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ફરી ઝઘડો થતાં પતિએ હત્યા કરી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી. એમ. ડોડિયાને સોંપી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.