જંગલેશ્વર ડિમોલિશનમાં 2.73 કરોડનો ખર્ચ
- ખર્ચનો ઉત્સવ | જેસીબી, હીટાચી, જેકહેમર મોટા કટર મશીનોનું ભાડું અને ઓપરેટિંગ ચાર્જ 1.47 કરોડ થયો
- વીડિયોગ્રાફીનું 28.05 લાખ અને છાંયડા માટે મંડપનું 9.10 લાખનું બિલ ચૂકવી દેવાયું
- મનપા સ્ટાફ, પોલીસ કાફલો અને એજન્સીના માણસો માટે મંગાવાયેલા ભોજન અને નાસ્તાનું 27 લાખનું બિલ હજુ ચૂકવવાનું બાકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવા માટે ભૂતકાળમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પાછળ કરદાતાઓના કરોડો રૂપિયા વપરાયા હોવાના આક્ષેપો સાથે જનરલ બોોર્ડમાં લેખિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આજે યોજાયેલી RMC ની જનરલ બોર્ડની બેઠકમાં મનપાના જવાબદાર અધિકારીઓએ જંગલેશ્વર ડિમોલિશન પાછળ થયેલા ખર્ચનો સત્તાવાર ચોપડો ખુલ્લો મૂક્યો હતો.
અಧಿಕારીઓએ આપેલી સત્તાવાર માહિતી મુજબ, સમગ્ર જંગલેશ્વર ઓપરેશન દરમિયાન કુલ ૨.૭૨ કરોડથી લઈને ૨.૭૩ કરોડ રૂપિયા સુધીનું આંકડાકીય બિલ બન્યું છે.
આ મેગા ઓપરેશનમાં મિલકતો અને પાકા બાંધકામો તોડી પાડવા માટે મોટા પ્રમાણમાં જેસીબી, હીટાચી, જેક હેમર અને મોટા કટર મશીનો ઉપયોગમાં લેવાયા હતા, જેનું ભાડું અને ઓપરેટિંગ ચાર્જ સૌથી વધુ એટલે કે રૂ. ૧.૪૭ કરોડ થયો છે.
ડિમોલિશન દરમિયાન કોઈ વિવાદ ન સર્જાય અને ભવિષ્યની કોર્ટ કાર્યવાહી માટે પુરાવા રહે તે માટે કરાવેલી વીડિયોગ્રાફી પાછળ રૂ. ૨૮.૦૫ લાખનો ખર્ચ થયો છે. આ ઉપરાંત સ્થળ પર કંટ્રોલ રૂમ અને છાંયડા માટે ઉભા કરાયેલા મંડપ સર્વિસના રૂ. ૯.૧૦ લાખ ચૂકવી દેવામાં આવ્યા છે.
સ્ટાફ અને મજૂરોના રક્ષણ માટે ખરીદાયેલી હેલમેટ, સેફટી એપ્રન, વાહનોના ડીઝલ, ઇલેક્ટ્રિક સુવિધા, ડમ્પરના ફેસ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચઓ પણ બિલમાં આવી લેવાયા છે.
તંત્રએ બોર્ડ સમક્ષ કબૂલાત કરી હતી કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન તૈનાત રહેલા મનપા સ્ટાફ, પોલીસ કાફલા અને એજન્સીના માણસો માટે મંગાવાયેલા ભોજન અને નાસ્તાનું રૂ. ૨૭ લાખનું ફૂડ બિલ હજુ સુધી ચૂકવવાનું બાકી છે અને તે ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે.
જનરલ બોર્ડમાં આ આંકડા જાહેર થતાં જ મનપાના સભાખૃહમાં આટલા મોટા ખર્ચ અને વહીવટી પ્રક્રિયા અંગે ભારે ચર્ચા-વિચારણા જોવા મળી હતી.
શું ખર્ચ થયો ? 6 દિવસ ડિમોલિશન ચાલ્યું હતું
-
મંડપનો ખર્ચ: 9,09,600
-
પીવાનું પાણી: 22,92,096
-
વીડિયોગ્રાફી: 28,05,808
-
ઇલેક્ટ્રીક કામગીરી: 4,66,732
-
ડીઝલ: 3,58,880
-
કર્મચારી-અಧಿಕારીઓને લેવા-મૂકવાના ભાડાની બસ: 6,69,768
-
પરચૂરણ ખર્ચ: 4,71,200
-
એપ્રન: 5,07,744
-
ફૂડ: 27,20,946
-
જેસીબી સહિતના મશીનો: 1,47,70,763
-
વાહનોના ફેરા: 11,80,023