Loading Please Wait !!!
કૃષિ દવા Dippl-l-Dapની મેન્યુફેક્ચરિંગ તારીખમાં ટેકનિકલ ભુલને કારણે ખોટી છપાઈ !

આટકોટમાં ડો.કેમિસ્ટાર કૃષિ મોલની સ્પષ્ટતા

માલની ગુણવત્તામાં કોઈ કૌભાંડ નથી: ખેડૂતો શંકા વગર ખરીદી કરે પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ ખામી નથી

સિટી ન્યૂઝ | આટકોટ

આટકોટ સ્થિત ડો. કેમિસ્ટાર કંપનીએ કૃષિ પ્રોડક્ટની એક સ્પષ્ટતા કરી હતી કે સિટી ન્યૂઝમાં શુક્રવારે છપાયેલ Dippl-l-Dap પ્રોડક્ટના લેબલ પર દર્શાવેલ તારીખમાં કોઈ ભૂલ નથી પરંતુ ટેકનિકલ અને માનવસહજ ભૂલને કારણે ખોટી તારીખ છપાઈ ગઈ હતી જેને કંપનીએ 'બોનાફાઈડ પ્રિન્ટિંગ મિસ્ટેક' ગણાવી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ ખામી નથી અને તે તમામ સરકારી ધોરણો મુજબ જ તૈયાર કરવામાં આવી છે. દવામાં તારીખમાં ફેરફાર છે બાકી કૌભાંડ છે નહીં. ડો. કેમિસ્ટાર દાવો કર્યો છે કે પ્રિન્ટિંગ ભુલવાળા પ્રોડક્ટનો લોટ પહેલેથી જ બજારમાંથી પરત ખેંચી લેવામાં આવ્યો હતો. ખેડૂતોએ કોઈપણ ચિંતા વગર ખરીદી કરી શકે છે દવાની પ્રોડક્ટમાં માત્ર તારીખ ભૂલથી છપાયેલી છે. પણ ગુણવત્તામાં કોઈ કયાશ નથી કર વગર આ કૃષિ પ્રોડક્ટ ખરીદી કરો ખેડૂતો જ અમારો વિશ્વાસ છે તેની સાથે કોઈ દિવસ છેતરપિંડી ના કરી શકે તેવી ખાતરી આપીએ છીએ.