Loading Please Wait !!!
રાજકોટમાં મેં તો પાલવડે બાંધી પ્રીતનું પ્રિમિયર સ્કીનિંગ યોજયું

21 વર્ષ બાદ પણ પ્રેમ, વચન અને સંસ્કારની સુગંધે દર્શકોનાં દિલ જીત્યાં

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ 'મેં તો પાલવડે બાંધી પ્રીત'નું ૨૧ વર્ષ બાદ આધુનિક ટેક્નોલોજી સાથે રાજકોટના આઇનોક્સ આર વર્લ્ડ સિનેમા ખાતે ભવ્ય પ્રિમિયર સ્કીનિંગ યોજાયું હતું. ફિલ્મના પુનર્પ્રદર્શનનો આ પ્રસંગ ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગને ફરી જીવંત કરતો યાદગાર સાંસ્કૃતિક ઉત્સવ બની રહ્યો હતો.

પ્રિમિયર શોમાં ગુજરાતી ફિલ્મજગતના સુપરસ્ટાર હિતેન કુમાર, દિગ્દર્શક જશવંતભાઈ ગાંગાણી, અભિનેત્રી રાજલક્ષ્મી સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ, અગ્રણી પત્રકારો, કલાપ્રેમીઓ અને મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન શહેર ભાજપ સાંસ્કૃતિક સેલના સહ-સંયોજક વિજયભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ટિકિટિંગ, બેઠક વ્યવસ્થા, મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમના સંચાલન સહિત સમગ્ર આયોજનની ઉપસ્થિતોએ પ્રશંસા કરી હતી. ફિલ્મપ્રેમીઓને સર્જકો ફિલ્મ નિહાળવાની સુંદર તક ઉપલબ્ધ કરાવવા બદલ રાજુ મામાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિજયભાઈ કારિયાએ જણાવ્યું હતું કે, ફિલ્મનો સાચો હીરો કોઈ એક અભિનેતા નહીં, પરંતુ પ્રેમની નિર્દોષતા, સંબંધોની પવિત્રતા અને આપેલા વચનને નિભાવવાની ભારતીય સંસ્કૃતિ છે. સૌરાષ્ટ્ર કમલમના સહ-તંત્રી હેમાંશુભાઈ કક્કડે જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં આ ફિલ્મ સાચા પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની યાદ અપાવે છે.

ભાજપ મીડિયા અગ્રણી રાજન ઠક્કરે જણાવ્યું હતું કે સુપરસ્ટાર હિતેન કુમાર, અભિનેત્રી રાજલક્ષ્મી તથા સમગ્ર કલાકારોએ આપેલો અભિનય આજે પણ એટલો જ અસરકારક છે અને સાથી અભિનય કળા ક્યારેય જૂની થતી નથી. वरिष्ठ પત્રકાર જવલંતભાઈ છાયાએ જણાવ્યું હતું કે ફિલ્મનું પુનર્પ્રદર્શન નવી પેઢીને ગુજરાતી સિનેમાના સમૃદ્ધ વારસથી પરિચિત કરાવતો સુંદર પ્રયાસ છે. વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈમેહતાએ જણાવ્યું હતું કે સારો વિષય, સંસ્કારસભર કથાવસ્તુ અને શ્રેષ્ઠ અભિનય સમયની કસોટી પર હંમેશા ખરા ઉતરે છે.

આ પ્રસંગે સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળા, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, જવલંતભાઈ છાયા, સૌરાષ્ટ્ર કમલમ દૈનિકના તંત્રી સોહમ કક્કડ, સહ-તંત્રી હેમાંશુભાઈ કક્કડ, ભાજપ મીડિયા અગ્રણી રાજન ઠક્કર, પંકજભાઈ બકુ, કલાકાર દિનેશભાઈ લાંબા, ચક્રવાત દૈનિક ના પત્રકાર કપિલ ઠક્કર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.