રાજકોટ મહાપાલિકાનો માસ્ક ઉતરીયો : બાળકો સાથે ક્રૂર મજાક
લૂંટનો ખૂલ્લો ખેલ
2ની પાણીની બોટલ 8માં ખરીદી RMCએ 22 લાખ ઉડાવ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
જંગલેશ્વર ડિમોલેશન કામગીરીના ખાવા-પીવાના ખર્ચને લઈને રાજકોટ મહાનગરપાલિકા (મનપા) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.
વર્ડ નંબર-૧૩ના કોંગ્રેસના કોર્પોરેટર દિપી સોલંકીએ જનરલ બોર્ડમાં ડિમોલેશન ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ટાઉન પ్లాનિંગ વિભાગના અધિકારી આર.ડી. પરમારે લેખિતમાં જણાવ્યું હતું કે, પાણીની બોટલોના બિલની ચુકવણી કરવામાં આવી નથી. જોકે, પાણીની બોટલો સપ્લાય કરનાર ઉમિયાજી મંડપ સર્વિસના સંચાલકે બિલની રકમ રેટ કોન્ટ્રાક્ટના આધારે મનપા તરફથી મળી હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે રેટ કોન્ટ્રાક્ટથી પાણી પૂરું પાડનાર રાજકોટ શ્રી ઉમિયાજી મંડપ ડેકોરેશનના શૈલેષ દેસાઈએ જણાવ્યું કે, ‘જંગલેશ્વર ડિમોલેશન સમયે ૨૦થી ૨૮
તારીખ વચ્ચે મને જે પીવાના પાણીની બોટલનો ઓર્ડર મળ્યો હતો તે પૂરું પાડવાનું મારું કામ હતું. જેમાં ભાવને લઈને વિવાદ સર્જાયો એની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૩માં અમારું ટેન્ડર પાસ થયું એ સમયે અમારા RC ભાવ પ્રમાણે અમે પાણીનો ભાવ લીધો છે ૨૦૦ ML પાણીના ૮ રૂપિયા ભાવ.’
પીવાના પાણીનો ખર્ચ લેખિતમાં ૨૨,૯૨,૦૬૬ રૂપિયા થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ તમામ ખર્ચની ચુકવણી કરવામાં આવી નથી. જેનો સવાલ વોભો થયો છે. વિપક્ષે આ મામલે વિરોધાભાસ બાદ ‘સાચું કોણ - ચુકવણી કરનાર કે ચુકવણી મેળવનાર?’ તેવો સવાલ ઉઠાવ્યો છે. વિપક્ષે આ મામલે પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે અને જનતાના ટેક્સના નાણાંના ઉપયોગ અંગે પણ પ્રશ્નો કર્યા છે. બજારમાં આસાનીથી ઉપલબ્ધ પાણીની બોટલ મનપા વર્ષીય ટના દરે ખરીદી હોવાના આક્ષેપો પણ ફરી ચર્ચામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગમાં આંગણવાડીના 18000 બાળકોને જમવાની દરખાસ્ત મંજૂર
એક બાળકને 1.59માં ફળ ક્યાં મળશે અને કેવું હશે?
એક બાળકના બે ટાઈમ ભોજનના માત્ર 4.26 પૈસા બોલો લ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૧૨ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, પરંતુ આંગણવાડીના બાળકોને આશ્ચર્યજનક ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં સવારનો નાસ્તો અને બપોરના ભોજન માટે એક બાળક દીઠ માત્ર રૂ.૪.૬૩ ફાળવવામાં આવતા પૂરક પોષણ યોજનાના નામે બાળકો સાથે ક્રૂર મજાક કરાઈ હોવું તેવું ચિત્ર ઉપસ્યું છે. મનપામાં ડાજકતરી કાંડ અને પાણીની બોટલ પાછળ લાખો રૂપિયાના કૌભાંડની તપાસ ચાલુ છે. તેમજ તાયફાઓ પાછળ કરોડોનું આંધણ કરવામાં આવે છે, પરંતુ નિર્દોષ મુલકાંઓને પૂરક પોષણના નામે મશ્કરી કરાઈ છે. બાળકોને પૂરક પોષણ આહાર આપવા માટે ગુજરાત સરકારની કચેરીથી ચોખા, તેલ અને ફોર્ટીફાઈડ આયા પુરા પાડવામાં આવે છે. સરકાર દ્વારા નક્કી કરેલ મેનુ મુજબ પૂરક
પોષણ બનાવવા માટે મરી મસાલા, શાકભાજી, તલ, સીંગદાણા, તુવેરદાળ, ચણા, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, બળતણ ખર્ચ, સહિતના સવારના નાસ્તા માટે પ્રતિ બાળક દીઠ રૂ.૧.૬૩ અને બપોરના નાસ્તા માટે પ્રતિ બાળક દીઠ રૂ.૩ લેખે ચૂકવવામાં આવે છે. આ રકમમાંથી કોન્ટ્રાક્ટર નફો મેળવે તો બાકી રહેલા પૈસામાંથી બાળકો કેવું ભોજન અપાય તેતો સવાલ ઉભો થયો છે. મનપાની ૩૭૪ આંગણવાડીમાં ૧૮૦૦૦થી વધુ લાભાર્થી બાળકોને પૂરક પોષણ આહાર આપવા સરકારનાં નક્કી થયેલ ભાવ તથા મેનુ મુજબ સવારનો પૂરક પોષણ આહાર અને બપોરના પૂરક પોષણ આહારની દરખાસ્ત મંજૂર કરાઈ છે. શાખામાં બે વખત અપાતા ફૂટમાં પણ વિચારો ન હોય તેવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. એક બાળકને રૂ.૧.૬૫ નું સિઝનલ ફૂટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.