થેલેસેમિયા મેજરથી પીડાતા મોર્યા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર આશા
રાજકોટનો માસૂમ મોર્યા જીવન અને મરણ વચ્ચે લડી રહ્યો છે
-
મુંબઈની SRCC હોસ્પિટલમાં સારવાર માટે 15 દિવસમાં 10 લાખની જરૂર
-
તમારું નાનું યોગદાન આ ફૂલ જેવા બાળકને નવું જીવન આપી શકે છે
સિટી ન્યૂઝ@રાજકોટ
"મારો દીકરો મોર્યા... એની ઉંમર હજુ રમવાની અને કૂદવાની છે, પણ અત્યારે એ હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચેની જંગ લડી રહ્યો છે. ડોક્ટરો કહે છે કે ૫ ૧૫ દિવસમાં ઓપરેશન નહીં થાય તો... હું આગળ વિચારી પણ નથી શકતો. મારી પાસે એટલા પૈસા નથી કે હું એનો જીવ બચાવી શંકું. સમાજ અને દાતાઓ જ હવે અમારી છેલ્લી આશા છે.” આ શબ્દો છે રાજકોટના નિલેશભાઈ પરમારના, જેઓ પોતાના વહાલસોયા દીકરા મોર્યાને બચાવવા માટે સમાજ પાસે બે હાથ જોડીને ભીખ માંગી રહ્યા છે.
રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ આસપાસ રહેતા લુહાર જ્ઞાતિના નિલેશભાઈ ચુનીભાઈ પરમારનો નાનકડો દીકરો મોર્યા ‘થેલેસેમિયા મેજર’ (Thalassemia Major) જેવી અત્યંત ગંભીર અને જીવલેણ બીમારીનો શિકાર બન્યો છે. આ બીમારીને કારણે બાળકના શરીરમાં નવું લોહી બનતું નથી અને તેને જીવતો રાખવા માટે સતત બહારથી લોહી ચડાવવું પડે છે. સમય જતા આ પ્રક્રિયા પણ શરીર માટે જોખમી બની જાય છે.
મોર્યાને આ અસહ્ય પીડામાંથી કાયમી મુક્તિ અપવા અને તેનું જીવન બચાવવા માટે તબીબોએ તાત્કાલિક ‘બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ’ (Bone Marrow Transplant) કરવાની સલાહ આપી છે. આ અત્યંત જટિલ અને ખર્ચાળ ઓપરેશન મુંબઈની પ્રખ્યાત ‘SRCC Children’s Hospital’ ખાતે આગામી ૧૫ દિવસની અંદર જ કરવાનું છે.
આ જીવનરક્ષક સારવાર અને ઓપરેશન પાછળ અંદાજે ૧૦,૦૦,૦૦૦ (૧૦ લાખ રૂપિયા) નો તોર્તિંગ ખર્ચ થવાનો અંદાજ છે. નિલેશભાઈ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમની આવક ગાંડ ઘરનું ગુજરાત ચલાવવા પૂરતી
સીમિત છે. દીકરાની સારવાર પાછળ તેઓ પોતાની તમામ બચત ખર્ચ ચૂચ્યા છે. હવે ૧૫ દિવસ જેટલા અત્યંત ટૂંકા ગાળામાં ૧૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરવી તેમના માટે અશક્ય બની ગઈ છે. દીકરાને આંખ સામે પીડાતો જોઈને માતા-પિતાની આંખોના આંસુ સુકાતા નથી.
પરिवार હવે સંપૂર્ણપણે સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવાભાવી સંસ્થાઓ અને માનવતાવાદી લોકો પર નિર્ભર છે. કે છે, “કૃપા કરીને મારા મોર્યાને બચાવી લો. તમારું એક-એક રૂપિયાનું દાન મારા માટે અમૂલ્ય છે.”
સામાન્ય રીતે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ દાતાઓની ભૂમિ રહી છે. જ્યારે પરા કોઈના પર આફત આવી છે, ત્યારે સમાજ હંમેશા વહારે આવ્યો છે. ત્યારે હવે સમય છે આ નિર્દોષ બાળક માટે માનવતા મહેકાવવાનો.
આપ સૌ નાગરિકોને નમ્ર અપીલ છે કે આ બાળકને નવું જીવન આપવા માટે આર્થિક સહાય કરો. જે લોકો આર્થિક મદદ કરવા સમક્ષ ન હોય, તેઓ આ સમાચારને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને પણ એક પુણ્યનું કામ કરી શકે છે.
દાતાઓને વિનંતી છે કે સહાય કરતા પહેલા એકવાર બાળકના પિતા નિલેશભાઈને આપેલા નંબર પર સંપર્ક કરી પરિસ્થિતિની ખાતરી કરી લેવી
આર્થિક સહાય મોકલવા
-
બેંક ખાતાધારકનું નામ: Nileshbhai chunilal parmar
-
બેંકનું નામ: Union Bank of India
-
બ્રાન્ચ: 150 Feet Ring Road, Rajkot
-
એકાઉન્ટ નંબર : 578002010012673
-
IFSC Code: UBIN0557803
ડિજિટલ પેમેન્ટ (GPay / PhonePe / Paytm / UPI)
-
મોબાઈલ નંબર: 982444 4344
-
UPI ID: 9824444344@unionbank