13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી સોમનાથમાં શિવમય માહોલ
- શ્રાવણમાં સોમનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ
- 30 દિવસીય શ્રાવણ મહોત્સવમાં પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ, વિશેષ શૂંગાર, પાલખીયાત્રા અને યાત્રિકો માટે અત્યાધુનિક સુવિધાઓ
સિટી ન્યૂઝ@રવિ ખખ્ખર-ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.૧૩ ઓગસ્ટથી તા.૧૧ સપ્ટેમ્બર સુધી ૩૦ દિવસીય શ્રાવણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ધામ ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમનું કેન્દ્ર બનશે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સંતોષ થાય તેવી વિશાળ વ્યવસ્થાંઓ ઉભી કરવામાં આવી છે.
શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જમ્માષ્ટમી, માસિક શિવરાત્રી અને અમાસ જેવા દિવસોમાં આવનાર ભક્તસમુહને ધ્યાનમાં રાખીને રહેવા, ભોજન, દર્શન અને પૂજન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં પ્રથમ વખત ૩૦ દિવસીય ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું મહાઅનુષ્ઠાન યોજાશે. ભક્તો પણ આ યજ્ઞમાં જોડાઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાગત કક્ષ અને નિકાસ દ્વાર નજીકના કાઉન્ટર પર રૂ.૫૧ ન્યોછાવર કરી યજમાન બનવાની સુવિધા ઉપલબ્ધ છે.
સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી ૧ કલાકના ૬ સ્લોટમાં યજ્ઞ યોજાશે. પરંપરાગત ધોતી વસ્ત્ર પણ ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ યજ્ઞ સાથે ગીર સોમનાથ જિલ્લાના ગોપાલકોને પણ જોડવામાં આવ્યા છે. ગામે ગામ સ્વયંસેવકો દ્વારા ગોપાલકોને ગીર ગાયના છાણાનું અનુદાન આપવા પ્રેરિત કરવામાં આવી રહ્યું છે. હજારો ગોપાલકોએ પહેલેથી જ નામ નોંધાવ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન દરરોજ સોમનાથ મહાદેવને વિવિધ વિશિષ્ટ શૂંગારથી અલંકૃત કરવામાં આવશે. તેમાં સવાલક્ષ બિલવપત્ર, રૂદ્રાક્ષ, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જેવા શૂંગારનો સમાવેશ થાય છે.
પ્રથમ ત્રણ સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ પર વિશેષ શૂંગાર યોજાશે. ભક્તો ન્યોછાવર રાશિ આપી શૂંગારના યજમાન બની
શકશે અને તેમને સોમેશ્વર મહાપૂજનો લાભ પણ મળશે.
શ્રાવણમાં લાખોની સંખ્યામાં ભક્તો આવવાની શક્યતા હોવાથી ટ્રસ્ટ દ્વારા ગાઈકો ગેનેજન્ટ સાથે રહેવા, ભોજન અને દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાનો સ્ટાફ અને સાધનસામગ્રી પણ તૈનાત કરવામાં આવી છે. મંદિર સવારે ૪ વાગ્યે ખોલવામાં આવશે.
વૃક્ષો અને દિવ્યાંગો માટે પાર્કિંગથી મંદિર સુધી નિશુલ્ક ટૉય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાગત ક્ષણમાં વ્હીલચે૨, ગોલ્ડ કાર્ડ અને સહાયક સ્ટાફ ઉપલબ્ધ રહેશે. તેમને દર્શનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા, પાદ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ, રુદ્રાભિષેક સહિતની પૂજાઓ માટે વન સ્ટોપ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યાત્રિકો અહીં જ પૂજા નોંધાવી અને પ્રસાદ મેળવી શકશે.
ભક્તો ઘરે બેઠા માત્ર રૂ.૨પમાં બિલવ પૂજા નોંધાવી શકશે. તેગને પોસ્ટ દ્વારા ડુકાક્ષ અને નગમ બરસ ગૌકલગવાં આવશે.
સોમનાથ મહાદેવની પાલખીયાત્રા હવે શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત પૂર્णिमा, માસિક શિવરાત્રી અને અમાસના દિવસે પણ યોજાશે.
SOMNATH.ORG પરથી તમામ પૂજાઓ, યજ્ઞ, શૂંગાર અને ભવન બુકિંગ ઓનલાઈન કરી શકાશે. દૂર રહેલા ભક્તો ઝૂમ દ્વારા સંકલ્પ કરી પૂજા કરાવી શકાશે.
શ્રાવણ દરમિયાન સોમનાથ દાદાના દર્શન અને આરતી સોશિયલ મીડિયા દ્વારા પણ ઉપલબ્ધ રહેશે.
દર્શન દરમિયાન યાત્રિકોને સતત આગળ વધવું પડશે. મંદિર અંદર રોકાણ નહીં કરી શકાય. પોલીસ અને સ્ટાફ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આર.ઓ. પાણી, પ્રસાદ, ક્લોકરૂમ અને જૂતાઘર જેવી સુવિધાઓ વધારવામાં આવી છે.
સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા : મંદિરમાં ફાયર સેફટી સિસ્ટમ, અગ્નિશામક સાધનો અને પ્રશિક્ષિત સ્ટાફ તૈનાત છે. ફર્સ્ટ એઈડ કીટ પણ ઉપલબ્ધ છે.
અન્ય તೀರ್થસ્થાનોમાં આયોજન : ભાલકાતીર્થ, ગીતા મંદિર અને ગોલોકધામ ખાતે હિડોળા દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
વંદે સોમનાથ કલા મહોત્સવ : દર સોમવારે રાષ્ટ્રીય કલાકારો દ્વારા નૃત્ય અને સંગીતની કલા આરાધના યોજાશે.
ટ્રાફિક અને સ્વચ્છતા વ્યવસ્થા : ગુરુકુળ શંખ સર્કલથી રામ મંદિર સુધી એકમાર્ગીય ટ્રાફિક રહેશે. રાત્રિ સફાઈ અને સ્વચ્છતા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા તંત્રનો સહયોગ : સમગ્ર વ્યવસ્થા ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના સહયોગથી સુચારુ રીતે ગોઠવવામાં આવી છે.