ગુજરાતમાં 3 વર્ષમાં 1899 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી
- કોંગ્રેસના ડૉ. મનિષ દોષીએ કહ્યું
- વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. વર્ષ ૨૦૨૪માં ૬૬૮ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હતું. એટલે કે, ગુજરાતમાં સરેરાશ દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીએ અપાઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૯ માસૂમ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું જ્યારે બેરોજગારીને કારણે ૫૧પલ યુવાનોએ અપાઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૨૪થી વધુ ટીકીરીએ અપાઘાતનું અંતિમ પગલું ભર્યું છે. ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે એમ કોંગ્રેસે જણાવ્યું છે.
ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોષીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે અતિ બેકામ જર્જરિત શિક્ષણ વ્યવસ્થા, પેપરલીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર ‘એક્ટ નહિ એક્શન’ની જરૂર છે. તાજેતરમાં NEET પરીક્ષામાં પેપર લીકને કારણે હતાશા-નિરાશ થઈને ૨૧ આશાસ્પદ બાળકોએ આત્મહત્યા
કરી જીવન ટૂંકાવ્યું, જેમાં એક આશાસ્પદ વિદ્યાર્થી ગુજરાતનો પણ છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ વ્યવસ્થા અને રોજગારની આશાઓ ગંભીર સંકટમાંથી પસાર થઈરહી હોવાનું જણાવતા કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે છે, ૨૦૨૪માં દેશમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીએ જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૪૨૪ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે.
છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં ૮૦ ટકા વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૧.૨૩ લાખથી વધુ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી જ્યારે ૨૫૦૦૦થી વધુ વિદ્યાર્થીએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાને કારણે જીવન ટૂંકાવ્યું છે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કૃ૩,૬૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી હતી. એટલે કે, દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ કિશોરો આત્મહત્યા કરે છે. ભારત અને ગુજરાતમાં આત્મહત્યાએ હવે વ્યક્તિગત માનસિક આરોગ્ય વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતિબિંબ છે.