દેશમાં દરરોજ 40 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે
ભાજપ સરકારનું વાઈબ્રન્ટ શિક્ષણ મોડેલ યુવાનો માટે જીવલેણ સાબિત થયું: ડો.મનીષ દોશી
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા
-
આંકડા ચોંકવનારા છે !
-
દરરોજ સરેરાશ 1 વિદ્યાર્થી જીવન ગુમાવે છે
વિપક્ષનો દાવો : શિક્ષણના નામે થઈ રહેલી ઉઘાડી લૂંટ જવાબદાર
-
ખાનગીકરણ અને કેપિટલના શોષણથી વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ
-
મોંઘી ફી, કોચિંગ અને પુસ્તકોના વધતા ખર્ચથી વિદ્યાર્થીઓ હતાશ
-
બેરોજગારીનું ભય અને ભવિષ્યની અનિશ્ચિતતાથી માનસિક તણાવ
-
સરકારી શિક્ષણની દુર્દશા અને સુવિધાઓનો અભાવ પણ એક મોટું કારણ
વિદ્યાર્થીઓના જીવન સાથે ના કરો રાજકારણ – શિક્ષણને બનાવો અધિકાર નહીં વેપાર !
સીટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાત અને દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહેલી આત્મહત્યાના આંકડા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તાએ સરકારની શિક્ષણ નીતિઓ, વારંવાર થઈ રહેલી પેપર લીક અને રોજગારીની અનિશ્ચિતતા સામે આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષનો દાવો છે કે, શિક્ષણના નામે થઈ રહેલી ઉઘાડી લૂંટ, પરીક્ષાનું અસહ્ય દબાણ અને ભયંકર બેરોજગારીને કારણે યુવાનો ભારે માનસિક તણાવ હેઠળ જીવી રહ્યા છે.
NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો)ના આંકડા ટાંકીને કોંગ્રેસે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન દેશભરમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૯૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી છે. એટલે કે દેશમાં સરેરાશ દરરોજ ૪૦થી વધુ કિશોર આત્મહત્યા કરે છે. આ સિવાય, આ જ સમયગાળામાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૧૨,૫૯૮ યુવાનોએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જે દરરોજની સરેરાશ પછી વધુ વિદ્યાર્થીઓની થાય છે. ગુજરાતમાં છેલ્લા ૪ વર્ષમાં કુલ ૧,૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેમાં છેલ્લા વર્ષમાં આંકડો ખૂબ જ આંચકાજનક રીતે વધ્યો છે. વિપક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા ૪ વર્ષના આંકડા નીચે મુજબ છે: 'માત્ર વર્ષ ૨૦૨૪ની વાત કરીએ તો સમગ્ર દેશમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ વચ્ચે બાળકોમાં આત્મહત્યાના કેસોમાં અંદાજે ૧૬% જેટલો વધારો નોંધાયો છે.' ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે NEET, JEE, CUET, GPSC અને UPSC જેવી મહત્વની પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓના કારણે વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરથી ભરોસો ઊઠી ગયો છે. ડિગ્રી મેળવ્યા બાદ પણ નોકરીની કોઈ ગેરંટી નથી અને ભરતી પ્રક્રિયાઓ વર્ષો સુધી અટકેલી રહે છે, જેના કારણે યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે. પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે અત્યંત કડક અને વિશેષ કાયદો બનાવવામાં આવે. રાજ્યની દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ફરજિયાત માનસિક સ્વાસ્થ્ય કાઉન્સેલિંગ સેન્ટર અને હેલ્પલાઈન શરૂ કરાય.