Loading Please Wait !!!
24X7 ડ્યુટીનું એલાન વરસાદ સામે રાજકોટ મનપા તૈયાર

એલર્ટ : રાજકોટ મહાપાલિકાના કમિશનર એક્શન મોડમાં

ડિઝાસ્ટર પ્લાન બનાવી તમામ ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોને શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ વરસાદની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સજ્જ બન્યું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થવા અને રસ્તાઓ તૂટી જવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તાજેતરમાં જ તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની રિવ્યુ બેઠક યોજી હતી.

આ બેઠકમાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરવાની સાથે જ અતિવૃષ્ટિ કે પૂર જેવી આપત્તિ સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓની સાથે જ એન્જિનિયરોને ૨૪ કલાક શિફ્ટ મુજબ કામગીરી સોંપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા લેવાયેલા કડક નિર્ણયોના ભાગરૂપે આ વર્ષે ચોમાસા દરમિયાન કંટ્રોલ રૂમની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમને હાલમાં નાનામવા રોડ પરનાં આઈસીસીસી (ICCC) ભવન ખાતે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ ખાતે નાગરિકોની સુવિધા અને બચાવ રાહત કાર્ય માટે ૨૪x૭ એટલે કે ચોવીસેય કલાક અધિકારીઓ હાજર રહે તેવા ઓર્ડર કરવામાં આવ્યા છે. આ માટે દિવસ-રાત દરમિયાન કુલ ૩ અલગ-અલગ શિફ્ટ બનાવવામાં આવી છે, જેમાં સવારે ૬થી બપોરે ૨ વાગ્યા સુધી, બપોરે ૨થી રાત્રે ૧૦ વાગ્યા સુધી અને રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી અધિકારીઓ ફરજ પર તૈનાત રહેશે.

અધિકારીઓની શિફ્ટવાઈઝ ડ્યુટીની વાત કરીએ તો, સોમવારે મયુર ખીમસુરીયા, દિલીપ ચાવેલ, ભાવેશ પુરોહિત, રવજીભાઈ સીંધવ, હિતેશ ભસોટીયા અને દિપક આહીરને જવાબદારી સોંપાઈ છે. મંગળવારે પ્રણવ પંચાલ, કૃષ્ણસિંહ જાડેજા, મનીષ વોરા, મહેન્દ્ર મૂદડીયા, સુર્યપ્રતાપસિંહ અને વિનોદ ચાવડા ફરજ બજાવશે. બુધવારે હિતેશ ભસોટીયા, રાજન બકોદરીયા, મયુર ખીમસુરીયા, કિશોરસિંહ રાણા, ભાવેશ પુરોહિત અને અશોક દાફડા હાજર રહેશે. ગુરુવારે સૂર્યપ્રતાપસિંહ, નરેશ વીરડીયા, પ્રણવ પંચાલ, પંકજ ઠાકર, મનીષ વોરા અને હમીર સખરા વ્યવસ્થા સંભાળશે. શુક્રવારે ભાવેશ પુરોહિત, જયેશ પંડ્યા, હિતેશ ભસોટીયા, ભાવેશ ગાંધી, મયુર ખીમસુરીયા અને પ્રવિણ રાંક ફરજ પર રહેશે. શનિવારે હિતેશ ભસોટીયા, હિતેશ ભટ્ટ, મયુર ખીમસુરીયા, મયુર મૂછળ, ભાવેશ પુરોહિત અને ઝાકીર હુશેન તૈનાત રહેશે. જ્યારે રવિવારે મનીષ વોરા, ભુરાભાઈ ચૌધરી, સૂર્યપ્રતાપસિંહ, કાઝી સોયબ, પ્રણવ પંચાલ અને મહેશભાઈ જાદવને ફરજના આદેશ અપાયા છે.

સમયે બચાવ અને રાહત કામગીરીનું સીધું સુપરવિઝન કરવાની મોટી જવાબદારી રહેશે. આ ટીમે નાયબ કમિશનર (હેડ ક્વાર્ટર)ની સૂચના અનુસાર સતત રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત, કટોકટીની પળોમાં રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર કચેરી અને અન્ય સરકારી આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સાથે સતત સંકલન જાળવી રાખવું પડશે. જો શહેરમાં ક્યાંય પણ જાનમાલનું નુકસાન થાય તો તેની વિગતો તાત્કાલિક ઉચ્ચ સ્તરે મોકલીને બચાવ કાર્ય ઝડપી બનાવવાની જવાબદારી પણ આ સ્ટાફને સુપરત કરવામાં આવી છે. ટેકનિકલ કામગીરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે પણ એન્જિનિયરોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. ચોમાસાની સમગ્ર વ્યવસ્થામાં ઈસ્ટ ઝોનના એડિશનલ સિટી ઈજનેર કુંતેશ મહેતાને રાઉન્ડ ધ ક્લોક એટલે કે સતત મોનિટરિંગ કરવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.