માલિયાસણ ટોલનાકું એ વિકાસ નહીં વિનાશ !
- ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટરને લેખિતમાં સમસ્યા કહી
- જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય અધિકારીઓની હાજરીમાં વેપારી અનેઔદ્યોગિક સંગઠનોની બેઠક યોજાઈ
- વેપારીઓ–ઉદ્યોગકારોનો એક જ અવાજ ટોલનાકું એરપોર્ટ પછી કરો નહીં તો બેફામ ટ્રાફિકજામ થશે...થશે ને થશે જ
- બેઠકમાં તંત્ર સામે સમસ્યાઓના ઉકેલ માટે અપનાવાતી ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લામાંથી એક્સપોર્ટ વધારવા અને નિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય અધિકારીઓની હાજરીમાં વેપારી અને ઔદ્યોગિક સંગઠનોની બેઠક યોજાવામાં આવી હતી. જેમાં વેપારીઓ-ઉદ્યોગકારોએ એરપોર્ટ, ટ્રાન્સપોર્ટેશનથી માંડી ટોલનાકા સાહિતની સમસ્યાઓ રજૂ કરી હતી અને સરકારી તંત્ર દ્વારા સમસ્યાઓના ઉકેલ માટે અપનાવાતી ઢીલી નીતિ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. રાજકોટની ભાગોળે માલિયાસણ પાસે બની રહેલ ટોલનાકાનો તમામ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવી જણાવ્યુ હતુ કે, એરપોર્ટ અને રાજકોટ વચ્ચે ટોલનાકુ ટ્રાફિક સમસ્યા અને અન્ય પ્રશ્નો ઉભા કરી રહ્યુ છે. કુવાડવા તથા બામણબોર જીઆઈડીસી અને રાજકોટ વચ્ચે
ટોલનાકુ શરૂ થયુ નથી, ત્યા ટ્રાફિક જામ સર્જાય છે. તો ટોલનાકુ શરૂ થયા બાદ ઉલ્ટાની સમસ્યા વકરી શકે છે. આ ઉપરાંત ટોલનાકુ એરપોર્ટથી આગળ ટોલનાકુ ખોલવા અનેક વખત રજૂઆતો કરવા છતા લેવામાં આવી નથી. તે અંગે પણ નારાજગી વ્યક્ત કરાઈ હતી. આ સિવાય ઇમિટેશન પાર્ક માટે નીચત કરાયેલી જમીન ઉપર ઈંટોના ભઠ્ઠા વાળાઓએ કબજો કરી કોર્ટ
લિજિટેશન ઉભા કરી દીધા છે. જેના કારણે ઈમિટેશન પાર્ક લટકી ગયુ છે. ત્યારે તાદકિટ યોગ્ય ધરતી કરવા માંગણી કરવામાં આવી હતી. રાજકોટથી સીધી નિકાસ માટે વાયા અમદાવાદ કે મુંબઈ થઈને જવુ પડતુ હોવાથી ખર્ચ વધી જતો હોવાની એરપોર્ટથી કાર્ગો તથા आंतरરાષ્ટ્રીય વિમાની સેવા તાદકીટ શરૂ કરવા માંગણી કરાઈ છે.