Loading Please Wait !!!
ગુજસીટોકમાં વોન્ટેડ ગેંગ લીડર અલ્તાફ ઉર્ફે છ આંગળી ઝડપાયો

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત 'અલ્તાફ છ આંગળી ગેંગ' વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધી સપાટો બોલાવ્યો છે. અગાઉ આ ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ કર્યા બાદ, પોલીસને થાપ આપીને નાસ્તા ફરતા મુખ્ય સૂત્રધાર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમને ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધાયાના ૧૧ દિવસ બાદ અમદાવાદથી દબોચી લીધો છે. ગુનાહિત પ્રવૃત્તિઓ જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન બની ગઈ હોવાથી તેમની સામે આકરા કાયદા હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ ગુનામાં પોલીસે અગાઉ ગેંગના તોસીફ ઉર્ફે બાઘો ઉમરેઠિયા, ઈમરાન બેલીમ, અશોક સિંધવ, ભરત વાસુર અને ઈકબાલભાઈ વડાવરીયાની ધરપકડ કરી તેમને જેલહવાલે કર્યા હતા. હવે ગેંગનો મુખ્ય લીડર અલ્તાફ ઝડપાઈ જતા, તેના ફરારી સમયગાળા દરમિયાન તેને કોણે આશરો આપ્યો હતો તે સહિતના મુદ્દે સઘન તપાસ અર્થે આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.