રાજકોટમાં ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટરોનું સન્માન
ઈન્ડિયન રેલ્વે પેન્શનર્સ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસની ઉજવણી
ઈન્ડિયન રેલ્વે પેન્શનર્સ એસોસિએશનના કાર્યક્રમમાં પેન્શનરો અને પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા; સામાજિક એકતાનો સંદેશ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ભક્તિનગર ખાતે ઈન્ડિયન રેલ્વે પેન્શનર્સ એસોસિએશન (IRPA) દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન નજીક આવેલી IRPA ભક્તિનગર ઓફિસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રેલ્વે પેન્શનરો, ફેમિલી પેન્શનરો અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપતા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ ડોક્ટરોની નિસ્વાર્થ સેવા અને સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં પેન્શનરો વચ્ચે પરસ્પર સંવાદ, મિલન અને સામાજિક એકતાનું વાતાવરણ સર્જાયું હતું. અંતે સૌએ સહભોજનનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં પેન્શનરો વચ્ચે એકતા, સ્નેહ અને સંગઠનની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ઈન્ડિયન રેલ્વે પેન્શનર્સ એસોસિએશન ભક્તિનગરના પ્રમુખ ભરત જોશી, ઉપપ્રમુખ દેવશીભાઈ વિરાડિયા, સેક્રેટરી રાજીવ તિવારી, ઉપપ્રમુખ અખેરાજ ગોહેલ તેમજ રેલવે પેન્શનર્સ એસોસિએશન રાજકોટના સેક્રેટરી એલ.ડી. વાઘમારે, ઉપપ્રમુખ જીતુ ચંદોક સહિતના હોદ્દેદારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.