રાજકોટમાં જ્ઞાન વિનાની લાઈબ્રેરી !
- જૂની માનસિકતા ; સ્ટાફ અપડેટ નહીં તો લાઈબ્રેરોની વ્યર્થ શું
- કોર્પોરેશન સંચાલિત લાઈબ્રેરીના 17 યુનિટ, જેમાંથી 7 વાંચનાલય,
- એક મહિલાઓ માટે સ્પેશિયલ બે ફરતા પુસ્તકાલય, છ મેઈન લાઈબ્રેરી છે
- શહેરમાં 1989માં પ્રભાદેવી લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૩૮ ખાતે ૧૯૮૯ માં પ્રભાવતી જયપ્રકાશ મહિલા લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી આ લાઈબ્રેરીમાં ફક્ત બાળકો અને મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો આ લાઈબ્રેરીમાં ગ્રંથપાલની જગ્યા પણ મહિલા અનામત જ હતી જેમાં ચંદ્રિકાબેન ધામેલીયા પ્રથમ ગ્રંથપાલ હતા ત્યારબાદ તે નિવૃત થતા આ જગ્યાને જનરલ જગ્યામાં કન્વર્ટ કરી ત્યાં આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ આરતેસાને આ કન્વર્ટ કરેલી જગ્યા ઉપર સીધું જ પોસ્ટિંગ આપવામાં આવ્યું કોર્પોરેશનની રહેમરાહે નોકરી મેળવેલા, વિધવા, વિકલાંગ અથવા ત્યક્તા મહિલાઓને જ આ જગ્યા ઉપર સાચવવા નિમણૂક આપવામાં આવતી અને આ લાઈબ્રેરી આવી રીતે જ રગડ-ધગડ ચલાવવામાં આવતી જેમાં અચાનક જ છેલ્લા દસ વર્ષમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ વિસ્તારોમાં અતિ આધુનિક અગિયાર જેટલી લાઈબ્રેરીઓ ખડકી દેવામાં આવી. પરંતુ તેમાં સ્ટાફ જૂની માનસિકતા અને જૂની લાયકાત વાળો જ રહ્યો નવી પેઢી આવી ગઈ પરંતુ પુસ્તકાલય અને વાંચનાલય વચ્ચેની ભેદરેખા ભુલાવામાં આ લોકો અસફળ રહ્યા માટે જ આ અધ્યતન લાઈબ્રેરીઓ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે.
તર્કબદ્ધ રીતે જોવામાં આવે તો કોર્પોરેશન આધુનિક લાઈબ્રેરીઓ બનાવતી ગઈ પણ તેમાં ગુણવત્તા સભર અને આધુનિક સ્ટાફ ભરવાનો ભૂલી ગઈ જેની સામે સ્ટાફ કોન્ટ્રાક્ટ બેઝ વાળો જ રાખ્યો જે આર્થિક જરૂરિયાત વાળો હોવાથી તેને લાઈબ્રેરી સાથે પ્રકાશવર્ષનું અંતર હોય છે એટલે કોઈ જ્ઞાનની વાતો થતી નથી. તેમજ કરોડોના ખર્ચે તૈયાર થયેલ લાઈબ્રેરીઓ વચ્ચે આટલા વર્ષોથી કેમ એક જ ગ્રંથપાલ કાર્યરત છે ! આપણા લોકલાડીલા નેતા સ્વ.વિજયભાઈ રૂપાણી અને જાગૃત સેવાભાવી નેતા દેવાંગભાઈ માંકડે આ લાઈબ્રેરીઓ રાજકોટની નામંકિત રોટરી મિડાઉનને જેવી સંસ્થાઓને સોંપવા પ્રયત્ન કરેલા પરંતુ તેમાં ચોક્કસ સફળતા મળેલ નહીં. તાજેતરના ગ્રંથપાલ નરેન્દ્રભાઈ આરતેસાના અને ડેપ્યુટી ગ્રંથપાલ સુનિલ દેટ્રોજા ગુજરાતી ભાષામાં ભણતર મેળવેલું છે માટે અંગ્રેજીમાં વાતચીતથી માંડી અંગ્રેજી પુસ્તકો માટેનું કોઈ જ્ઞાન ધરાવતા નથી. જેથી ત્યાં લોક માંગ ધરાવતા પ્રચલિત પુસ્તકાઓની જગ્યાએ પસ્તી વધુ જોવા મળશે.
રાજકોટ કોર્પોરેશનની લાઈબ્રેરીઓ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવે છે તો પણ તેમાં વાંચકોની સંખ્યા નહિવત હોય છે પરંતુ સભ્યની સંખ્યા ખૂબ ઊંચી બતાવવામાં આવે છે હકીકતમાં તેમાં સભ્ય તરીકે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે માટે આને લાઈબ્રેરી નહીં પણ રીડિંગ રૂમ કહી શકાય.
રાજકોટના વરિષ્ઠ કોર્પોરેટર મનિષભાઈ રાડિયા અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે પણ એક સારા રીડર છે જેઓ આ દિશામાં વિચાર સુધા કરી લાઈબ્રેરીઓને એક નવા રંગ રૂપ આપવાની નેમ ધારણ કરે તો ધરખમ ફેરફારો સાથે પ્રજાની સુખાકારીમાં વધારો થઈ શકે તેમ છે થોડા સમય પહેલા જ ધારાસભ્યશ્રી ડો.દર્શિતાબેન શાહે રોટરી મિડાઉનના સહયોગથી રાજકોટ કોર્પોરેશનની લાઈબ્રેરીઓમાં સાહિત્ય લક્ષી કાર્યક્રમો કરેલા જે ખૂબ સફળ અને લોકપ્રિય રહેલ. સાથોસાથ બ્રિટિશ લાઈબ્રેરી સમક્ષ રાજકોટમાં લાઈબ્રેરી હોવી એ આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનું એક સ્વપ્ન રહેલું. તો તે સાર્થક કરી બતાવવું એ સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ છે.