સુમિતાબેન ચાવડાની જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિમાં નિમણૂક
» બેડી-૩ બેઠકના સભ્યને સમિતિમાં સ્થાન મળતાં કાર્યકરોમાં આનંદ; ભાજપના નેતૃત્વનો વ્યક્ત કર્યો આભાર
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં બેડી-૩ બેઠકના જિલ્લા પંચાયત સભ્ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડાની આરોગ્ય સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુમિતાબેન ચાવડાના પ્રતિનિધિ રાજેશભાઈ (રાજા) ચાવડા વિસ્તારમાં સામાજિક અને આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું સ્થાનિકોમાં માનવામાં આવે છે, આરોગ્ય સમિતિમાં નિમણૂક થતાં કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નિમણૂક બદલ સુમિતાબેન ચાવડાએ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના નેતૃત્વ, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ભરતભાઈ આચાર્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.