Loading Please Wait !!!
આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન, સ્પર્ધાઓ-નિઃશુલ્ક બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

 

150થી વધુ બાળકોએ સ્પર્ધાઓમાં ભાગ લીધો, 200થી વધુ લોકોએ આરોગ્ય તપાસનો લાભ મેળવ્યો

રાજકોટ આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૩૦ કલાકે હોટલ ક્લાસિક ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ, વિવિધ સ્પર્ધાઓ અને નિઃશુલ્ક બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશનના પ્રમુખ તન્વી લેહરુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં ૧૫૦થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યારે ૩૫૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મનોરંજનની સાથે આયોજિત નિઃશુલ્ક બોડી ચેકઅપ કેમ્પમાં ૨૦૦થી વધુ લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, રઘુવંશી સમાજના અગ્રણી મુકેશભાઈ તન્ના, શિવસેનાના જીમીભાઈ અડવાણી, ગુરુજી વિજય અદા, વોર્ડ નં. ૧ના કોર્પોરેટર સેજલબેન ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષાબેન વસાણીએ ઉપસ્થિત રહી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અને આવા સેવાકીય કાર્યક્રમોમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. નિઃશુલ્ક બોડી ચેકઅપ કેમ્પને સફળ બનાવવા બદલ સ્ટર્લિંગ હોસ્પિટલની સમગ્ર તબીબી ટીમનો આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા આભાર કરવામાં આવ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભવિષ્યમાં પણ સમાજહિતના આવા સેવાકીય અને પ્રેરણાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. વધુ માહિતી માટે આત્મનિર્ભર ફાઉન્ડેશનના પ્રમુખ તન્વી લેહરુનો સંપર્ક મોબાઈલ નંબર 88498 02656 પર કરી શકાય છે.