Loading Please Wait !!!
નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લએ બાલાજી હનુમાનજી મંદિરે દર્શન કર્યા

  • >> રાજકોટની સુખાકારી, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી

  • >> સંતો-મહંતોએ પુષ્પહારથી સ્વાગત કરી આશીર્વાદ પાઠવ્યા

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લે કાર્યભાર સંભાળ્યા બાદ શહેરના આસ્થાના કેન્દ્ર સમાન બાલાજી હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાલાવડ હાઈસ્કૂલ નજીક ભૂપેન્દ્ર રોડ પર આવેલા મંદિરમાં તેમણે વિશેષ પૂજા-અર્ચના કરી રાજકોટ શહેરની સુખાકારી, શાંતિ, સલામતી અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

શનિવારના પવિત્ર દિવસે મેયરને બાલાજી દાદાના દર્શન કરીને શહેરના નાગરિકોના કલ્યાણ અને વિકાસકાર્યો સફળતાપૂર્વક આગળ વધે તે માટે દાદાના ચરણોમાં વંદન કર્યું હતું. આ પ્રસંગે મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામી દ્વારા મેયર નેહલ શુક્લનું પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો-મહંતોએ મેયરને શહેરના વિકાસ અને જનહિતના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય તેમજ રાજકોટ સતત પ્રગતિ માર્ગે આગળ વધે તેવા શુભાશીર્વાદ પાઠવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલ આ મુલાકાતને શ્રદ્ધાળુઓએ પણ આવકારી હતી. મેયર નેહલ શુક્લે દાદાના આશીર્વાદ મેળવી શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.