Loading Please Wait !!!
બ્યુટીપાર્લર સંચાલક મહિલા સાથે 25 લાખની છેતરપિંડી

 

  • સોનાના જૂના દાગીના નવા કરાવી દેવાની લાલચે ઠગાઈ

  • શરૂઆતમાં બે-ત્રણ દાગીના પરત આપ્યા બાદ નોંધાવી ફરિયાદ

સિટી ન્યૂઝ | રાજકોટ

શહેરના લક્ષ્મીનગર પાછળ રાધાનગર શેરી નં. ૧માં રહેતા અને દરેથી જ બ્યુટી પાર્લર ચલાવતા હેતલબેન તુષારભાઈ પરસાણા (ઉ.વ.૪૩)ના સોનાના દાગીના નવા કરાવી આપવાના બહાને નાના મવા અજમેર શાસ્ત્રીનગરમાં રહેતા શક્તિ રમેશભાઈ રાઠોડે ૨૫ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ માલવિયા નગર પોલીસમાં નોંધાઈ છે. જેમાં હેતલબેને જણાવ્યું છે કે ૨૦૨૫ની સાલમાં તેની ફ્રેન્ડ પાયલ ઢોકિયા મારફત તેના પિતરાઈ એવા આરોપી સાથે સંપર્ક થયો હતો. તે વખતે આરોપીએ મનપાનો કોન્ટ્રાક્ટર, કોસ્મેટિક આઈટમનો વેપારી અને રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. એક દિવસ આરોપીએ તેનો મિત્ર જૂના દાગીનાના બદલામાં ઝીરો ટકા મજૂરીએ નવા દાગીના બનાવી આપતો હોવાનું કહ્યું હતું. જેથી આરોપીએ બે-ત્રણ દાગીના આપ્યા હતા. આ દાગીના આરોપીએ નવા જેવા કરાવીને પરત આપ્યા હતા. પરિણામે આરોપી ઉપર વિશ્વાસ બેસી જતા ૭૨૦ ગ્રામ વજનના દાગીના નવા કરાવવા આપ્યા હતા. પરંતુ બાદમાં આરોપીએ આ દાગીના અનેક વખત ઉઘરાણી કરવા છતાં પરત આપ્યા નહોતા. આખરે દાગીના યદુનંદન નામની મંડળી અને અન્ય જગ્યાએ ગીરવે મૂકી દીધાનું કહ્યું હતું. ઘણા સમયથી દાગીનાની ઉઘરાણી કરવા છતાં નહીં મળતા આરોપી વિરુદ્ધ ઈ.ઓ.ડબલ્યુ.માં અરજી કરી હતી. એ વખતે આરોપીએ ૮ લાખ આપવા સહમતી દર્શાવ્યા બાદ ૮૦ લાખ ચૂકવવાની ખાતરી આપી હતી. જેમાંથી ૧૦ લાખ ચૂકવી દીધા બાદ બાકીના રૂપિયા ૨૫ લાખ આજ સુધી નહીં ચૂકવતા આખરે ફરિયાદ નોંધાવી હતી.