Loading Please Wait !!!
મંદિરોમાં ચોરી અને સુરક્ષા મુદ્દે લોકસંસદ વિચાર મંચની રજૂઆત

 

» ધાર્મિક સ્થળોએ પારદર્શક વહીવટ અને જવાબદારી નક્કી કરવાની માંગ

» CCTV, નાઈટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચન

સીટી ન્યૂઝ@રાજકોટ

લોકસંસદ વિચાર મંચ દ્વારા ધાર્મિક સ્થળોમાં ચોરી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મંચના આગેવાનો દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, ઈન્દુબા રાઠોલ, નાગજીભાઈ વિરાણી, જયંતીભાઈ હિરપરા અને નટુભા ઝાલાએ સંયુક્ત નિવેદનમાં દેશ અને રાજ્યના કેટલાક મંદિરોમાં ચોરી તથા ગેરરીતિના આક્ષેપોને ગંભીરતાથી લેવાની માંગ કરી છે.

મંચે અયોધ્યા મંદિર સંબંધિત વિવિધ મીડિયા અહેવાલોમાં થયેલા આક્ષેપોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જો કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જોઈએ. જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

લોકસંસદ વિચાર મંચે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે વિવિધ સરકારી અંદાજો મુજબ રાજ્યના અનેક મંદિરોમાં ચોરી અને લૂંટના બનાવો નોંધાયા છે, જેના કારણે ધાર્મિક સ્થળોની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે.

ગ્યે મંદિરો અને ધાર્મિક સ્થળોએ ઉચ્ચ ગુણવત્તાવાળા CCTV કેમેરા, સતત મોનિટરિંગ, ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ અને નાઈટ પેટ્રોલિંગની અસરકારક વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સ્પષ્ટપણે નક્કી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

ધાર્મિક સંસ્થાઓના સંચાલનમાં પારદર્શિતા જળવાય તે માટે વિશ્વસનીય અને નિષ્પક્ષ નિમણૂક કરવા, સમયાંતરે હિસાબી ચકાસણી કરાવવા તથા સ્થાનિક જનપ્રতিনিધિઓ અને ધાર્મિક આગેવાનોના સૂચનોને મહત્વ આપવા પણ મંચે અનુરોધ કર્યો છે.