ફેશન બ્રાન્ડ્સ મંદી સામે લડવા બે મહિના ‘સેલ’
ફેશન પ્રોડક્ટ્સનું 30% વેંચાણ ઘટ્યું તો બ્રાન્ડોએ ફોર્મ્યુલા ચેન્જ કરી
30% ના બદલે 40% ડિસ્કાઉન્ટ!
જૂલાઇમાં આવતો સેલ હવે જૂનથી શરૂ
-
વેચાણમાં 30% નો ઘટાડો, ફેશન માર્કેટ પર મંદીની અસર
-
ગ્રાહકોને આકર્ષવા ડિસ્કાઉન્ટ વધાર્યું
-
વધુ સમય સુધી સેલ રાખી સ્ટોક ક્લિયર કરવાની યોજના
-
ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર મહાસેલ
વધુ ડિસ્કાઉન્ટ... વધુ સમય... વધુ બચત !
સિટી ન્યૂઝ@અમદાવાદ
ફેશન રિટેલર્સ આ વર્ષે વેચાણ વધારવા માટે સમય પહેલા જ મોટા ડિસ્કાઉન્ટનો સહારો લેવાનું શરૂ કરી દીધું છે. ઘણી કંપનીઓ અને રિટેલર્સ મિડ-સીઝન સેલ લોન્ચ કરી દીધી છે. સામાન્ય રીતે આવી સેલ જુલાઈમાં શરૂ થાય છે. વધતી મોંઘવારી, વૈશ્વિક અનિશ્ચિતતા અને ગ્રાહકોની સાવચેતીભરી ખરીદી વચ્ચે સ્ટોક ખાલી કરવો અને નબળી માંગનો સામનો કરવો એ આ રણનીતિનો લક્ષ્ય છે.
ઇન્ડસ્ટ્રી ડેટા મુજબ છેલ્લા બે મહિનામાં ફેશન સેક્ટરનું વેચાણ લગભગ ૩૦% ઓછું થઈ ગયું છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી, એલપીજી અને રોજિંદી જરૂરિયાતો પર વધતા ખર્ચને કારણે મોટાભાગના ગ્રાહકો કપડાં અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સ પર ખર્ચ ઘટાડવા લાગ્યા છે. આ ધરેલું બજેટ સંતુલિત રાખવાના પ્રયાસનો એક ભાગ છે. આને જોતા અડધો ડઝન બ્રાન્ડ્સ અને મિંત્રા, નાયકા ફેશન, ફિલપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પસંદગીના પ્રોડક્ટ્સ પર ૪૦% સુધીની છૂટ આપી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે રિટેલર્સ હવે પરંપરાગત એન્ડ-ઓફ-સીઝન સેલની રાહ જોવાને બદલે સીઝનની વચ્ચે જ ઇન્વેન્ટરી કાઢવાની રણનીતિ અપનાવી રહ્યા છે. આ વાતનો સંકેત છે કે ગ્રાહકો હવે ખર્ચ કરતા પહેલા કિંમત અને વેચુને લઈને પહેલા કરતા વધુ સાવચેત બન્યા છે.
પડકાર - બિન-જરૂરી ખર્ચમાં વધારાની સાવચેતી રાખી રહ્યા છે સામાન્ય ભારતીયો
-
છેલ્લા ૨ મહિનામાં ફેશન પ્રોડક્ટ્સનું વેચાણ લગભગ ૩૦% ઘટ્યું
-
ભૂ-રાજકીય તણાવ વચ્ચે ઘરેલું ખર્ચ વધવાથી લોકો ચિંતિત
-
બિઝનેસના મામલે સ્પ્રિંગ-સમર સીઝન ખાસો નબળો રહ્યો
-
ગ્રાહકો મોટા બિન-જરૂરી ખર્ચમાં વધારાની સાવચેતી રાખી રહ્યા છે
-
આ વર્ષે માર્ચમાં બિન-જરૂરી વસ્તુઓ ખરીદવાની ઇચ્છા ૩૦% પર આવી ગઈ, પહેલા આ ૭૦% થી ઉપર હતી.
એન્ડ-ઓફ-સીઝન સેલ પણ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા
-
પહેલા: જુલાઈમાં શરૂ થતી હતી અને ૧૫ ઓગસ્ટ સુધી ચાલતી હતી
-
હવે: જૂનના શરૂઆતી અઠવાડિયામાં શરૂ થઈ ગઈ, જેથી વેચાણ વધે