Loading Please Wait !!!
શિક્ષણમાં ગુજરાત ડાઉન સરકાર ફેલ !

  • ચિંતાજનક સ્થિતિ 1 વર્ષમાં ઘટ્યું શૈક્ષણિક સ્તર
  • PGI-D રિપોર્ટમાં દેશના ટોપ–116માં ગુજરાતનો એક પણ જિલ્લો નહીં

સિટી ન્યૂઝ@અમદાવાદ

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા Performance Grading Index for Districts (PGI-D) રિપોર્ટ મુજબ ગુજરાતના શૈક્ષણિક સ્તરમાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણની ગુણવત્તા, શૈક્ષણિક માળખું, લર્નિંગ આઉટકસ, ડિજિટલ લર્નિંગ અને શાળા વ્યવસ્થાપન જેવા વિવિધ માપદંડોના આધારે તૈયાર થયેલા આ રિપોર્ટમાં રાજ્યનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. સૌથી મોટો ઝટકો એ છે કે દેશના ટોપ-૧૧૬ જિલ્લાઓમાં ગુજરાતનો એકપણ જિલ્લો સ્થાન મેળવી શક્યો નથી જેના કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

રિપોર્ટ મુજબ મહિસાગર જિલ્લાએ ૩૪૦ ગુણ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ માત્ર ૨૬૪ ગુણ સાથે રાજ્યમાં સૌથી છેલ્લો રહ્યો છે. ગત વર્ષે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવનાર નવસારીના ગુણ પણ આ વર્ષે ૩૪૫થી ઘટીને ૩૩૯ થયા છે. રાજ્યના કુલ ૨૮ જિલ્લાઓને ‘પ્રચેષ્ટા-૧’ અને ૫

જિલ્લાઓને ‘પ્રચેષ્ટા-૨’ ગ્રેડ આપવામાં આવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે અનેક જિલ્લાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની હજુ પણ મોટી જરૂરિયાત છે. રાજ્યના મોટા શહેરો પણ આ રિપોર્ટમાં ખાસ પ્રભાવ પાડી શસ્યા નથી. અમદાવાદને ૧૧૭, વડોદરાને ૧૨૬ અને સુરતને ૧૩૩ ગુણ મળ્યા છે, જે રાજ્યના શૈક્ષણિક વિકાસ માટે ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને લર્નિંગ આઉટકસ અને ડિજિટલ લર્નિંગ જેવા મહત્વના ક્ષેત્રોમાં ગુજરાતનું પ્રદર્શન નબળું રહ્યું છે. નિષ્ણાતોના મતે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષકોની તાલીમ, ડિજિટલ સુવિધાઓ, વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામો અને શાળાના માળખામાં વધુ સુધારા કરવાની જરૂર છે. હવે રાજ્ય સરકાર આગામી સમયમાં આ પડકારોને કેવી રીતે પહોંચી વળે છે, તેના પર સૌની નજર રહેશે.

શું કહે છે નિષ્ણાતો: શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષકોની તાલીમ, ડિજિટલ સુવિધાઓ વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામો અને શાળાના માળખામાં વધુ સુધારા કરવાની જરૂર છે