હરિહર ચોક જુલાઈ મહિનામાં ખુલ્લો મુકાશે !
વાહન ચાલકોને હાશકારો: 5 મહિના પુલ વહેલો ખૂલી જશે
સપ્ટેમ્બર-2025માં 1.93 કરોડના ખર્ચે નવા પૂલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું: સિમેન્ટની છતો ભરાઈ હવે માત્ર ડામર સહિતનું જ કામ બાકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના હરિહર ચોકમાં આવેલ પૂલ નબળો પડી જતા સપ્ટેમ્બર ૨૦૨૫માં રૂ.૧.૯૩ કરોડના ખર્ચે નવા પૂલનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેના લીધે હરિહર ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ જતો રોડ બંધ કરાયો છે.જેના કારણે હજારો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસું નજીક છે ત્યારે નવો પૂલ ઝડપથી ખુલ્લો મૂકવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જેની સામે તંત્રએ પણ લોકોની મુશ્કેલી દૂર કરવા કોન્ટ્રાક્ટર પાસે ઝડપી કામ કરાવી પાંચ માસ વહેલું કામ પૂરું કરાવ્યું છે અને હવે ડામર સહિતનું કામ બાકી હોય એક પખવાડિયામાં પુલ ખુલ્લો મૂકવાની તૈયારીઓ આરંભી છે. ત્યારે ફરી વખત લોકો માટે પોઝિટિવ રહેલ તંત્રને બિરદાવી લોકોની સમસ્યા ઝડપથી હલ થશે તેવું જાહેર કર્યું છે.