પ્રેમમાં અંધ કાતિલ પત્નિઓ...
સબંધોનો કાળો ચહેરો : ૪ હાઈ પ્રોફાઈલ કેસે દેશને હચમચાવ્યો
સીટી ન્યૂઝ@રાજકોટ
છેલ્લા દોઢ-બે વર્ષમાં દેશમાં કેટલાક એવા જઘન્ય હત્યાકાંડો સામે આવ્યા છે, જેણે માનવતા અને પવિત્ર સંબંધોને ઝંઝોડીને મૂકી દીધા છે. આ મામલાઓમાં સૌથી હેરાન કરનારી વાત એ છે કે, હત્યાનો આરોપ કોઈ બહારના દુશ્મન પર નહીં, પરંતુ પોતાની જ પત્ની, મંગેતર કે પ્રેમિકા પર લાગ્યો છે. જે સંબંધોને આજીવન સાથ નિભાવવાનો અને ભરોસાનું પ્રતીક માનવામાં આવે છે, ત્યાં જ પાર્ટનરને તડપાવી-તડપાવીને મારી નાખવાના આવા ચાર હાઈ-પ્રોફાઈલ કિસ્સાઓ સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. ક્રાઈમ એક્સપર્ટ્સનું કહેવું છે કે, કુલ ગુનાઓની સરખામણીમાં આવા કિસ્સાઓ ખૂબ ઓછા હોય છે, પરંતુ સોશિયલ મીડિયા અને ૨૪ કલાક ન્યૂઝ કવરેજના કારણે આ વાતો વધુ સામે આવે છે. આ તમામ કિસ્સાઓ એ વાતનો પુરાવો છે કે સંબંધોમાં વધતો અવિશ્વાસ, ગેરકાયદેસર સંબંધો અને લોભ ક્યારેક કઈ હદ સુધી ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
કેતન અગ્રવાલ કેસ (2026, પુણે)
પુણેના ૨૬ વર્ષીય યુવા બિઝનેસમેન કેતન અગ્રવાલના (Murder Case) નામે અગાઉ લોહગઢ કિલ્લા પરથી પગ લપસવાનો અકસ્માત નોંધાયો હતો. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે કેતનની મંગેતર સિયા ગોયલે પોતાના પ્રેમી સાથે મળીને બર્થડે ટ્રેકિંગ દરમિયાન કેતનને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. કેતનના લાચાર પિતાની એક પંક્તિ આ ગુનાની ક્રૂરતા બયાન કરે છે કે, "જો તેને મારા દીકરા સાથે નહોતું રહેવું તો પાડી દેતી, પણ તેને મારી કેમ નાખ્યો?"
સૌરભ રાજપૂત નીલા ડ્રમ કેસ (2025, મેરઠ)
મેરઠના પૂર્વ મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂતની હત્યાના આરોપો તેમની જ પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના કથિત પ્રેમી સાહિલ શુક્લા પર લાગ્યા હતા. સાયબર અને ક્રાઈમ હિસ્ટ્રીને હચમચાવી દેતા આ કેસમાં હત્યા (Murder Case) કર્યા બાદ લાશના ટુકડા કરી, તેને સિમેન્ટથી ભરેલા એક વાદળી રંગના ડ્રમમાં છુપાવી દેવામાં આવ્યા હતા.
આગ્રાનો પતિ હત્યા મામલો (2025)
આગ્રામાં બનેલી એક સ્થાનિક ઘટનાએ પારિવારિક સંબંધોને કલંકિત કરી દીધા હતા. અહીં પોલીસ તપાસમાં એવો સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો હતો કે, પત્ની અને તેના સગા દિયર વચ્ચેના ગેરકાયદેસર અને કથિત સંબંધોના કારણે ઘરમાં મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ પારિવારિક ઝઘડા અને આડા સંબંધોના વિરોધનો અંત લાવવા માટે પત્નીએ પોતાના જ દિયર સાથે હાથ મિલાવ્યા અને પતિની અત્યંત નિર્મમતાપૂર્વક હત્યા (Murder Case) કરી નાખી.
રાજા રઘુવંશી હનીમૂન મર્ડર કેસ (2025, મેઘાલય)
ઈન્દોરના જાણીતા વેપારી રાજા રઘુવંશીની લગ્નના ગણતરીના દિવસો બાદ હનીમૂન દરમિયાન મેઘાલયમાં હત્યા (Murder Case) કરી દેવાઈ હતી. મેઘાલય પોલીસના જણાવ્યા મુજબ, તેની પત્ની સોનમ રઘુવંશીએ પોતાના પ્રેમી રાજ કુશવાહ અને અન્ય સાથીદારો સાથે મળીને આ સંપૂર્ણ ખૂની કાવતરું રચ્યું હતું.